Published by : Rana Kajal
દારૂ સ્વાસ્થ્ય માટે સારો નથી તેવું કહેવાય છે અને તેથી જ ગુજરાત રાજ્યો જેવા રાજ્યોમાં દારૂબંધીનો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે પરંતુ દેશના મધ્યપ્રદેશના કેટલાક ખેડુતોની એવી માન્યતા છે કે ખેતીનો પાક વધારવા અને જંતુઓનો ત્રાસને નિયંત્રણમાં લાવવા દારૂનો છંટકાવ ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજ કારણોસર મધ્ય પ્રદેશના નર્મદાપૂરમ જિલ્લાનાં ખેડૂતો મગ અને અન્ય કઠોળના પાક માટે દારૂને વરદાનરૂપ માની રહ્યાં છે..કેવી રીતે જંતુનાશક દવા તરીકે દેશી દારૂનો ઉપયોગ કરવામાં આવે છે. તેની વિગત જોતાં 100 એમ.એલ. દેશી દારૂને 15 લીટર પાણીમાં ભેળવીને છાંટવાથી પાકને નુકશાન કરતાં જંતુઓનો નાશ થાય છે. એટલુ જ નહીં પરંતુ જંતુનાશક દવા કરતા દારૂ વધુ સસ્તો પડતો હોવાની વાત પણ ખેડુતો કરી રહ્યા છે.