સમગ્ર ગુજરાતમાં વીજળી નાં કડાકા ભડાકા સાથે વરસાદનુ વાતવરણ જામ્યું હતું. દાહોદ જિલ્લાનાં ઝાલોદ તાલુકામાં ત્રણ સ્થાને વીજળી ત્રાટકી હતી જેમાં ત્રણનાં મોત નીપજ્યા હતા.
સમગ્ર ગુજરાતમાં ભાદરવાના વરસાદનુ વાતવરણ જામ્યું છે ત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. દાહોદ જિલ્લાનાં ઝાલોદ તાલુકામાં વિજળી પડવાથી ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા જેમાં રણીયાર ચનાસર્ ગામનાં પશુ ચરાવતા કમલેશ મડિયા ભાભોર પર વીજળી પડતાં તેનુ મોત નિપજ્યું હતું જયારે ઘેટાં ચરાવતા રબારી વિસા ભાઈનુ પણ વીજળી પડતા મોત નિપજ્યું હતું અને કડી ગામ ઈનામી ખાતે સુમલી કલ્પેશ ભાઇ ગનાવાનુ મોત નિપજ્યું હતું.




