T 20વર્લ્ડ કપમાં ભારત વિજેતા બને તેવી તકો માત્ર 30 ટકા છે એમ ભારતના પુર્વ ક્રિકેટ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર કપિલદેવે જણાવ્યુ હતુ જોકે તેમણે સૂર્ય કુમાર યાદવને સ્ટાર ખેલાડી ગણાવ્યા હતા. કપિલદેવે એમ પણ જણાવ્યું કે ભારતે આ ટુર્નામેન્ટની પહેલી લીગ મેચ પકિસ્તાન સાથે રમવાની છે. જયારે અન્ય મેચોમાં બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકાનો પણ સામનો કરવાનો છે તેમજ ભારતના ગ્રુપમાં અન્ય બે ટીમો પણ આવશે જેનો પણ ભારતે મુકાબલો કરવાનો છે કપિલદેવ લખનઉ ખાતેના ઍક કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહ્યા હતા જે દરમિયાન તેમણે આ ટિપ્પણી કરી હતી કપિલદેવે હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાની રમતને ખુબ મહત્વની ગણાવી હતી સાથે જ કપિલદેવે એમ પણ જણાવ્યું હતું કે દબાણ ભરેલ પરિસ્થિતીમાં ભારતે સહજતા થી રમત રમતા શીખવું પડશે.
દિગ્ગજ ક્રિકેટર કપિલદેવના જણાવ્યા મુજબ T20 વર્લ્ડ કપ જીતવાની ભારતની સંભાવના માત્ર 30 ટકા…
RELATED ARTICLES