Published by : Rana Kajal
હવે દિલ્હીથી મુંબઈ જવા 12 કલાકનો જ સમય લાગશે…પશુઓ માટે ખાસ વ્યવસ્થા… ભારતનો દિલ્હીથી મુંબઇ સુધીનો એકસપ્રેસ વે વાહન ચાલકોનો સમય બતાવશે સાથે જ સુવીધાઓ પણ પુરી પાડશે. તેથી આ એકસપ્રેસ ક્રાંતિકારી સાબીત થઈ શકે છે. પશુઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે…
દિલ્હીથી મુંબઇ વચ્ચેનો એકસપ્રેસ વે ખૂબ ઝડપથી તૈયાર થઈ રહયો છે નવા તૈયાર થઈ રહેલા એક્સપ્રેસ વેથી દિલ્હી અને મુંબઈનું અંતર ઘટશે અને સમય પણ બચશે. અગાઉ 1,424 કિમીની મુસાફરી કરવી પડતી હતી. આ એક્સપ્રેસ વેના પૂર્ણ થવાથી દિલ્હીથી મુંબઈનું અંતર 1,242 કિલોમીટર થઈ જશે. આ ઉપરાંત પહેલા 24 કલાક લાગતા હતા હવે 12 કલાક થશે. આ એક્સપ્રેસ વે 6 રાજ્યોમાંથી પસાર થશે. દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત થઈને મહારાષ્ટ્ર પહોંચશે જેમાં કોટા, ઈન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોને જોડશે. ભારત અને એશિયાનો આ પહેલો એક્સપ્રેસ વે છે જેમાં પશુઓ માટે ઓવરપાસ અને અંડરપાસ બનાવવામાં આવ્યા છે. વન્યજીવ અભયારણ્ય પર તેની અસર ઘટાડવા માટે અલગ ડિઝાઇન કરવામાં આવી છે.દિલ્હીથી ડોસા સુધીની મુસાફરીમાં દેશનો સૌથી હાઈટેક ટોલ ગેટ પણ જોવા મળશે. આ એક્સપ્રેસ વે પર તમને વારંવાર ટોલ ભરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. એક્સપ્રેસ વેના એન્ટર અને એક્ઝિટ પોઈન્ટ ઇન્ટરચેન્જ ટોલ રાખવામાં આવશે. તમારી કિમીની સંખ્યાના આધારે ટોલ વસૂલવામાં આવશે. એક્સપ્રેસ વે પર વાહનો પ્રવેશતાની સાથે જ ત્યાં લગાવેલા મશીનો પ્રવેશનો સમય અને સ્થળ રેકોર્ડ કરશે બાદમાં જ્યારે તમે એક્સપ્રેસ વે પરથી એક્ઝિટ કરશો ત્યારે તમારા FASTag એકાઉન્ટમાંથી પૈસા આપોઆપ કપાઈ જશે.
સુરક્ષાની દૃષ્ટિએ પણ આ એક્સપ્રેસ વેને ખૂબ મહત્વનો છે. જેમાં દર 500 મીટરના અંતરે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જે સૌર ઉર્જાથી ચાલશે. આ સીસીટીવી કેમેરા દિવસ-રાત કામ કરી શકે છે. આ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સક્ષમ કરીને સમગ્ર સીસીટીવી કેમેરા નેટવર્ક બનાવવામાં આવ્યું છે. જે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે સેટેલાઇટ સાથે પણ જોડાયેલ છે. જેનો ઉપયોગ કોઈપણ સંજોગોમાં મેડિકલ ઈમરજન્સી, ટ્રાફિક જામની પરિસ્થિતિનો સામનો કરવા માટે થશે