Published by : Rana Kajal
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરના સમારકામ ખર્ચ અંગે દેશમા ખુબ વિરોધ થઈ રહ્યો છે. તેવા સમયે અરવિંદ કેજરીવાલના ઘરમાં ક્યાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો તેની વિગત જોતાં રૂ.6 કરોડના આયાતી મારબલ લગાડવામાં આવ્યા, રૂ. 11 કરોડ ઇન્ટરિયર અંગે ખર્ચાયા, તો ઇન્ટરિયરની સલાહ પાછળ રૂ.1 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો આ ઉપરાંત અન્ય ખર્ચની વિગત જોતા રૂ 2.5 કરોડનો ખર્ચ પંખા, લાઈટ, ગરમ પાણીના જનરેટર પાછળ કરવામા આવ્યો રૂ 1.10કરોડ ઓવન , ગ્રીલ, માઇક્રોવેવ અંગે ખર્ચ કરાયો રૂ 1.41કરોડ વોર્ડ રોબ અંગે જ્યારે રૂ 24લાખ સંતાનોના વોર્ડ રોબ અંગે ખર્ચ કરાયો જ્યારે રૂ 85 લાખ દીવાલોની સજાવટ પાછળ અને રૂ 24 લાખ પિલરની સજાવટનો ખર્ચ, રૂ 18લાખ લિફ્ટ પાછળ જ્યારે રૂ 7.5લાખ બાગબગીચા ના વિકાસ અંગે ખર્ચ કરવામાં આવ્યો…આમ કુલ રૂ 45 કરોડનો ખર્ચ સાદગી ભર્યા જીવનની વાતો કરનારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરના રિનોવેશન પાછળ કરી પ્રજાના પૈસાનો ધૂમાડો કરવામાં આવ્યો…