Published by : Vanshika Gor
ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારા પહેલવાનોએ બુધવારે કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મોરચો ખોલી નાખ્યો. આરોપ છે કે WIFના અધ્યક્ષ મહિલા પહેલવાનોનું યૌન શોષણ કરે છે. પહેલવાનો સાથે અભદ્રતા કરાય છે અને પરેશાન કરવામાં આવે છે. આ સમગ્ર મામલે રાજકારણ ગરમાયું છે અને વિપક્ષે સીધી કેન્દ્ર સરકારને નિશાને લીધી છે. મોડી સાંજે ખેલ મંત્રાલયે સમગ્ર મામલો ધ્યાને લેતા WIFના અધ્યક્ષને નોટિસ જારી કરી છે. મંત્રાલયે સમગ્ર મામલે 72 કલાકની અંદર જવાબ માગ્યો છે. જોકે WIFના અધ્યક્ષ સ્પષ્ટ રીતે કપાસ કરાવવાની અપીલ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, જો તેઓ દોષી હશે તો ફાંસીએ લટકવા માટે તૈયાર છે.
રેસલિંગ ફેડરેશને 72 કલાકમાં જવાબ આપવા નિર્દેશ
રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના કામકાજમાં ગેરવહીવટ અંગે ખુલાસો માંગ્યો છે અને તેના પર લાગેલા આરોપો પર આગામી 72 કલાકમાં જવાબ આપવા માટે નિર્દેશ આપ્યો છે. WFIને મોકલવામાં આવેલા પત્રમાં મંત્રાલયે કહ્યું છે કે આ મામલો રમતવીરોના કલ્યાણ સાથે સંબંધિત હોવાથી રમત મંત્રાલયે આ બાબતની નોંધ ખૂબ જ ગંભીરતાથી લીધી છે.
મહિલા ખેલાડીઓનું શોષણ કરાતું હોવાનો આરોપ
પહેલવાન અને ઓલમ્પિયન વિનેશ ફોગાટનું કહેવું છે કે, મહિલા પહેલવાનોને અનેક પ્રકારની સમસ્યા હોય છે. કુશ્તી સંઘના અધ્યક્ષે મહિલા ખેલાડીઓનું શોષણ કર્યું છે. ફેડરેશન ખેલાડીઓ પર જબરજસ્તી પ્રતિબંધ લગાવે છે. જેના કારણે ખેલાડીઓ રમી નથી શકતા. કોઇ પણ ખેલાડીને કંઇક હોય છે તો તેના માટે જવાબદાર કુશ્તી સંઘના અધ્યક્ષ હશે. જંતરમંતર પર થયેલા આ વિરોધ પ્રદર્શનમાં ઓલમ્પિક રમતોમાં વિજેતા ખેલાડીઓ સાક્ષી મલિક અને બજરંગ પુનિયા જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. આશરે 24 જેટલા પહેલવાનો ધરણા પર બેઠા છે
અધ્યક્ષ અનેક મહિલા ખેલાડીઓનું શોષણ કરી ચૂક્યા
વિનેશ ફોગાટે કહ્યું કે, નેશનલ કેમ્પમાં ફેડરેશને કોચ મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરે છે. ફરિયાદ બાદ પણ કોઇ કાર્યવાહી નથી થતી. અધ્યક્ષ પણ અનેક મહિલા ખેલાડીઓનું શોષણ કરી ચુક્યા છે. લખનઉમાં કેમ્પ લગાવાય છે જેથી પોતાના ઘરણાં શારીરિક શોષણ કરી શકે, અમારા અંગત જીવનમાં દખલ કરે છે. ફોગાટે કહ્યું કે, ટોક્યો ઓલમ્પિક બાદ મે પીએમને ફરિયાદ કરી હતી અને તેમણે કહ્યું કે, કંઇ નહી થાય પરંતુ ત્યાર બાદ એસોસિએશન મને સસ્પેન્ડ કરવાના પ્રયાસો કર્યા હતા. મને જીવનું પણ જોખમ છે. ફેડરેશનના આસિસ્ટન્ટ સેક્રેટરી વિનોદ તોમર પાસે કરોડોની સંપત્તી છે તેની તપાસ થાય. આટલી સંપત્તી તો ઓલમ્પિક પદક વિજેતા પાસે પણ નથી.