Published by : Vanshika Gor
ગુજરાત હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અરવિંદ કેજરીવાલે ગુજરાત યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટી પાસે પીએમ મોદીની ડિગ્રીની કોપી માગવા બદલ કેજરીવાલને આ દંડ ફટાકારાયો છે. સાથે જ હાઈકોર્ટે ચીફ ઈન્ફોર્મેશન કમિશનરના આદેશને પણ રદ્દ કર્યો છે. PM મોદીની સ્નાતક ડિગ્રીની માહિતી રજૂ કરવા આદેશ કરાયો હતો. ચીફ ઈન્ફોર્મેશન કમિશનરે ગુજરાત યુનિ. અને PMO ના પબ્લિક ઈન્ફોર્મેશન અધિકારીને આદેશ કર્યા હતા. જસ્ટિસ બિરેન વૈષ્ણવની બેન્ચે અરજી ફગાવી કેજરીવાલને દંડ ફટકાર્યો છે.
વડાપ્રધાન મોદીએ તેમની માસ્ટર્સની ગુજરાત યુનિવર્સિટીમાંથી અને ગ્રેજ્યુએશનની ડિગ્રી દિલ્હી યુનિવર્સિટીમાંથી મેળવી હતી. તેથી અરવિંદ કેજરીવાલે મોદીની શૈક્ષણિક ડિગ્રીઓ મેળવવા માટે સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનરમાં અરજી કરી હતી. જેમાં સીઆઇસીએ 2016માં વડાપ્રધાન કાર્યાલયના માહિતી અધિકારીઓને હુકમ કર્યો હતો કે, કેજરીવાલે માંગેલી ડિગ્રીઓ તેમને પૂરી પાડવામાં આવે. સીઆઇસીના આ હુકમથી નારાજ થઈ ગુજરાત યુનિવર્સિટીએ હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી.
કોર્ટના ચુકાદાબાદ કેજરીવાલનું રિએક્શન સામે આવ્યું છે કેજરીવાલ ટ્વિટ કરીને કહ્યું કે શું દેશને એ જાણવાનો પણ અધિકાર નથી? કે તેમના પીએમ કેટલું ભણ્યા છે તેમને કોર્ટમાં ડિગ્રી બતાવવાનો ઉગ્ર વિરોધ કર્યો હતો શા માટે ? અને તેમની ડિગ્રી જોવાની માંગણી કરનારને દંડ થશે આ શું થઈ રહ્યું છે અભણ કે ઓછું ભણેલા પીએમ દેશ માટે ખૂબ જ ખતરનાક છે