દિલ્હીના સ્પેશિયલ સીપી સાગર પ્રીત હુડ્ડાએ જણાવ્યું હતું કે અમારી 18 ટીમ તપાસ કરી રહી છે. યુવતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. 5 આરોપી અમારી કસ્ટડીમાં છે. પૂછપરછ ચાલી રહી છે. તેમની માહિતીના આધારે વેરિફિકેશન પણ કરવામાં આવી રહ્યું છે. જે સફળતા મળી છે એ છે કે આરોપીના વર્ઝનમાં વિરોધાભાસ છે. પોલીસ અન્ય બે આરોપીઓને શોધી રહી છે. આ કેસમાં હજુ સુધી પોલીસને કોઈ મજબૂત પુરાવા મળ્યા નથી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી સાગર પ્રીત હુડ્ડાએ આ જાણકારી આપી છે.
પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અમે શક્ય તેટલી વહેલી તકે ચાર્જશીટ દાખલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. દિલ્હી પોલીસની કુલ 18 ટીમ આ મામલાની તપાસ કરી રહી છે. બે નવા આરોપીઓએ પુરાવા સાથે ચેડા કરવાનો અને ખોટી માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે કારણ કે તેઓએ આરોપીઓને મદદ કરવાનો પ્રયાસ કર્યો છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી લો એડ ઓર્ડર સાગર પ્રીત હુડ્ડાએ જણાવ્યું કે, અમે 5 આરોપીઓની ધરપકડ કરી છે અને અમે તેમની પૂછપરછ કરી રહ્યા છીએ. પૂછપરછ દરમિયાન અમને જાણવા મળ્યું કે આ ઘટનામાં વધુ બે લોકો સંડોવાયેલા છે. અમારી ટીમ દરોડા પાડી રહી છે. અમે પ્રત્યક્ષદર્શીનું નિવેદન નોંધ્યું છે.
પોલીસને જાતીય શોષણના કોઈ પુરાવા મળ્યા નથી
દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી લો એડ ઓર્ડર સાગર પ્રીત હુડ્ડાએ જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન અમને એ પણ જાણવા મળ્યું કે અમિત કાર ચલાવતો હતો, દીપક નહીં. આ કેસમાં અન્ય બે લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. અમે તેમની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પોસ્ટમોર્ટમ દરમિયાન જાતીય શોષણના કોઈ પુરાવા મળ્યા નથી.