- ડીવાઈડર પાસે નિદ્રાધીન 5 વ્યક્તિ પર ટ્રક ચઢી જતાં 4ના મોત નીપજ્યા..
- ટ્રક ચાલક ફરાર…
દેશની રાજધાની દિલ્હીમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાની ફૂટપાથ કે રોડ ડીવાઈડર પર સૂતા હોય છે. જેઓ અવારનવાર હિટ એન્ડ રનનો શિકાર બનતા હોય છે. ગત રાત્રિના બે વાગ્યાના અરસામાં દિલ્હીના સીમાપુરી વિસ્તારમાં મુખ્ય માર્ગના રોડ ડીવાઈડર વિસ્તારમાં સૂતેલા 5 વ્યક્તિઓ પર ટ્રક ફરી વળતાં 4 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. જેમાં કરીમ, છોટે ખાન, શાહ આલમ, અને રાહુલનો સમાવેશ થાય છે. હિટ એન્ડ રનની કરુણ ઘટના બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો.