ભારત દેશની રાજધાની ઍવી નવી દિલ્હીમાં વીતેલા વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પર્વ નિમીત્તે નવી દિલ્હીમાં ફટાકડા ફોડવા અંગે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિલ્હી ની આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા આ બાબતે ખાસ માર્ગદર્શિકા જાહેર કરેલ છે. પ્રદૂષણની માત્રાને અંકુશમાં રાખવા માટે દિલ્હીમાં દીવાળી પર્વ નિમિત્તે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કોઇ ફટાકડા ફોડતા જણાશે તો દંડ કરવામા આવશે ફટાકડા ફોડનારને 6 મહિનાની જેલ અને રૂ 200નો દંડ ફટકારવામાં આવશે તેમજ ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર રૂ 5000સુધીનો દંડ અને ત્રણ વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે