Published By : Parul Patel
દિલ્હીમાં મે મહિનામા છેલ્લાં 40 વર્ષોમાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ પરિસ્થિતીનુ સર્જન થયુ હતું. આ સાથે દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે…
સામાન્ય રીતે મે માસના આ દિવસોમાં કાળઝાળ ગરમીનુ વાતાવરણ હોય છે, પરંતું આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે દેશમાં વિવિઘ વિસ્તારોમાં નીચું તાપમાન નોધાઇ રહ્યુ છે. આ સાથે જ કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ પણ છવાયેલું જણાઈ રહ્યું છે. દિલ્હીમાં સૌથી નીચું 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે જૉકે અગાઉ તા 2/5/1982ના રોજ દિલ્હીમાં તાપમાન 15.2 ડિગ્રી નોંધાયું હતું તો વર્ષ 1969 ના મેં મહિનામાં લઘુતમ તાપમાન 15.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
અત્રે નોંધવુ રહ્યું કે વર્ષ 2023 ના સમય દરમ્યાન વારંવાર માવઠુ થતા ખેડુતોને પણ પારાવાર નુકશાન થયુ છે. ત્યારે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે મે માસમાં તાપમાન ઊંચું જવાના બદલે વરસાદ અને અન્ય કારણો સર તાપમાન સતત ઓછું નોંધાતા આ પરિસ્થિતીની અસર પણ ખેતી પર પડે તેવી સંભાવના હોવાથી કિસાનો વધુ ચિંતામાં ગરકાવ થઇ ગયા છે.