ન્યૂયોર્ક ટાઇમ્સે દિલ્હીના શિક્ષણ મોડલની પ્રશંસા કરતો ફોટો છાપ્યો એ જ દિવસે સિસોદિયાના ઘરે CBIની રેડ
CBIની ટીમ શુક્રવારે સવારે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે પહોંચી હતી. મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને કહ્યું કે સ્વાગત છે. તેમણે કહ્યું કે જે લોકો સારું કામ કરે છે તેમને હેરાન કરવામાં આવે છે. અમે અત્યંત પ્રમાણિક છીએ. તપાસમાં સંપૂર્ણ સહકાર કરીશું. નોંધનીય છે કે ગયા મહિને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દિલ્હીમાં નવી એક્સાઇઝ પોલિસીની CBI તપાસની ભલામણ કરી હતી. તેના પછી જ આ કાર્યવાહી થઈ રહી છે.
સીબીઆઈની ટીમ પહોંચ્યા બાદ સિસોદિયાએ 3 ટ્વિટ કર્યા
અમે સીબીઆઈનું સ્વાગત કરીએ છીએ. તપાસમાં સંપૂર્ણ સહકાર આપશું જેથી સત્ય જલ્દી સામે આવી શકે. અત્યાર સુધી મારા પર ઘણા કેસ દાખલ થયા છે પરંતુ કંઈ સામે આવ્યું નથી. તેમાંથી પણ કશું નીકળશે નહીં. દેશમાં સારા શિક્ષણ માટે મારું કામ રોકી શકાય નહીં.
આ લોકો દિલ્હીના શિક્ષણ અને સ્વાસ્થ્યના અદ્ભુત કામથી પરેશાન છે. જેના કારણે દિલ્હીના આરોગ્ય મંત્રી અને શિક્ષણ મંત્રીની ધરપકડ કરવામાં આવી છે. જેથી કરીને શિક્ષણ-આરોગ્યના સારા કામો અટકાવી શકાય. અમારા બંને પર ખોટા આરોપો છે. કોર્ટમાં સત્ય સામે આવશે.
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું, ‘CBIનું સ્વાગત છે. સંપૂર્ણ સહકાર આપીશું. ભૂતકાળમાં પણ અનેક તપાસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. કશું બહાર આવ્યું નહીં. હજુ પણ કંઈ બહાર આવશે નહીં. જે દિવસે દિલ્હી એજ્યુકેશન મોડલના વખાણ થયા અને મનીષ સિસોદિયાની તસવીર અમેરિકાના સૌથી મોટા અખબાર NYTના પહેલા પાના પર છપાઈ હતી, એ જ દિવસે કેન્દ્રએ સીબીઆઈને મનીષના ઘરે મોકલી હતી.