Published By : Patel Shital
- FBI ની મદદથી મેક્સિકોમાં ગેંગસ્ટર દીપકની ધરપકડ કરી…
- દીપક પર પોલીસે લાખો રૂપિયાનું ઇનામ જાહેર કર્યુ હતું…
દિલ્હી પોલીસને ખુબ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. જ્યારે દીપક બોક્સર ને મેક્સિકો ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. દીપક બોક્સર લોરેન્સ બિષનોઈ ગેંગનો સાગરીત છે ત્યારે દિલ્હી પોલીસને મહત્વની કડી હાથ લાગી છે. દીપક ઝડપાયા બાદ હવે અન્ય ગુન્હા અંગે પણ કામગીરી કરવામાં પોલીસને સરળતા રહેશે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/04/GANGSTER-DEEPAK-BOXER-1024x531.jpg)
દિલ્હી પોલીસને અત્યાર સુધીની સૌથી મોટી અને નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ટીમે મેક્સિકોથી મોસ્ટ વોન્ટેડ અને કુખ્યાત ગેંગસ્ટર દીપક બોક્સરને કસ્ટડીમાં લીધો છે. મળતી માહિતી મુજબ દીપક બોક્સરને FBIની મદદથી પકડવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર દીપકને એક-બે દિવસમાં ભારત લાવવામાં આવી શકે છે. નોંધવું રહ્યું કે દીપક બોક્સરની ગુનાખોરીની દુનિયામાં દીપકની ઓળખ ગેંગસ્ટર ગોગીને પોલીસ કસ્ટડીમાંથી મુક્ત કર્યા બાદ થઈ હતી. દીપક બોક્સર પર 5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. દીપકનું નામ 2016માં બહાદુરગઢમાં દિલ્હી પોલીસ કસ્ટડીમાંથી જિતેન્દ્ર ગોગીની મુક્તિ બાદ ચર્ચામાં આવ્યું હતું.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/04/FRAUD-PASSPORT.jpg)
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ટીમે અમેરિકન ગુપ્તચર એજન્સી FBI અને ઈન્ટરપોલની મદદથી દેશના ટોપ ટેન ગેંગસ્ટરો પૈકીના એક એવા દીપક પહલ ઉર્ફે પહેલવાન ઉર્ફે બોક્સરની મેક્સિકો નજીકથી ધરપકડ કરી છે. છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી પોલીસની વિશેષ ટીમ તેને મેક્સિકોમાં શોધી રહી હતી. દિલ્હી પોલીસે ગેંગસ્ટર દીપક પર 3 લાખનું ઈનામ જાહેર કર્યું હતું. દિલ્હીના સિવિલ લાઈન્સમાં બિલ્ડર અમિત ગુપ્તાની હત્યા કેસમાં બોક્સરની શોધ ચાલી રહી હતી. દીપક બોક્સર લાંબા સમયથી દેશની બહાર હતો. રોહિણી કોર્ટમાં જીતેન્દ્ર ગોગીની હત્યા બાદ દીપક બોક્સર ગોગી ગેંગને કમાન્ડ અને ઓપરેટ કરી રહ્યો હતો. આ ઉપરાંત પણ દીપક અનેક ગુન્હાઓમાં સંડોવાયેલ હોવાનુ જણાયું તે દરમિયાન ગેંગસ્ટર દીપક બોક્સર જાન્યુઆરી 2023માં યુપીના બરેલીથી રવિ એન્ટિલના નામે નકલી પાસપોર્ટ મેળવીને કોલકાતા થઈને મેક્સિકો ભાગી ગયો હતો. તેના પાસપોર્ટ પર મુરાદાબાદ, યુપીનું સરનામું આપવામાં આવ્યું હતું. દીપકની વધુ તપાસમાં દેશના મહત્વના ગુન્હાઓનો પર્દાફાશ થાય તેવી સંભાવના જણાઈ રહી છે.