દિલ્હી-NCRમાં 6.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે.તો નેપાળના દૂર-પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ ભૂકંપના આંચકા નોંધાયા છે. ગત રાત્રે આવેલા ભૂકંપ બાદ એક મકાન ધરાશાયી થતાં મૃત્યુઆંક વધીને છ પહોંચી ગયો છે.
દિલ્હીમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા છે. સવારે 1.58 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે લોકો સંપૂર્ણ ગભરાઈ ગયા હતા અને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. નોઈડા અને આસપાસના શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 6.3 હતી.
નેપાળના રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્ર (NSC) અનુસાર, નેપાળના દૂર-પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ ભૂકંપના આંચકા નોંધાયા છે. નેપાળના ડોટી જિલ્લામાં ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપ બાદ એક મકાન ધરાશાયી થતાં મૃત્યુઆંક વધીને છ થઈ ગયો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી. પરંતુ મૃતકોમાં એક મહિલા અને બે બાળકો હોવાની આશંકા છે. 5 લોકો ઘાયલ છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સમગ્ર જિલ્લામાં વિવિધ સ્થળોએ ભૂસ્ખલનના કારણે ડઝનેક મકાનોને નુકસાન થયું છે.