- અતિઝડપ 230ની સ્પીડે હતી BMW, અને એકે કહ્યું ચારેય મરશે અને જોતજોતામાં ઊડી ગયા કાર નાં ફૂરચાં….
દેશમા માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે ઍક અત્યંત દિલ ધડક અને કરુણ માર્ગ અકસ્માતના બનાવની વિગત સામે આવી હતી. BMW 230 કારનો સામે આવ્યો છે. જેમાં FB લાઇવ ચાલુ રાખીને ઓવરસ્પિડિંગ કરી રહેલી કાર કંટેનર સાથે અથડાઇ અને 4 લોકોનું મોત નીપજ્યા હતા.

ઉત્તર પ્રદેશનાના સુલતાનપુરની પાસે થયેલ રોડ અકસ્માત વખતે BMW કારની સ્પીડ 230 કિ.મી પ્રતિકલાક હતી. ચાર યુવકો આ BMW કારમાં સવારનાં સમયે સફર કરી રહ્યાં હતાં અને સાથે FB લાઇવ પણ શરૂ કર્યું હતું. કેમેરાને રોમાંચક રિતે સ્પીડોમીટર પર ફોકસ કરવામાં આવ્યો જેમાં 230 KM પ્રતિ કલાક દેખાઇ રહ્યું હતું. આ ઓવરસ્પિડિંગ દરમિયાન ચારમાંથી એક યુવક બોલ્યો કે – ચારેય મરીશું! અને ત્યારે જ કાર કંટેનર સાથે અથડાઇ જાય છે અને 4 કાર સવારનું મોત નીપજ્યા હતા. કાર ની સ્પીડ ની તીવ્રતા નો ખ્યાલ એ બાબતે આવી શકે છે કે આ ચાર કાર સવાર લોકો અને કારનું એન્જિન દૂર જઇને પડ્યું. એક યુવનું માથું અને હાથ આશરે 20-30 મીટર દૂર ફંગોળાયેલું મળ્યું. કારનાં તો ચીથરાં ઊડી ગયાં જેનાં ટુકડાને ગુણીમાં ભરી લઇ જવાયા. આ સવા કરોડની BMW કારની સ્પીડ 62-63 કિ.મી પ્રતિ કલાક હતી અને વધતાં વધતાં આ સ્પીડ 230 કિ.મી પ્રતિ કલાક સુધી પહોંચી ગઇ હતી.

જ્યારે યુવક કાર ચલાવી રહ્યો હતો ત્યારે બધાં લોકોમાં સ્પીડ સંબંધી જ ચર્ચા થઇ રહી હતી. ત્યારે અતિ ઉત્સાહ માં કાર ચાલક યુવાને કહ્યું કે હું સ્પીડ 300 સુધી પહોંચાડીશ…ત્યારે બીજાં યુવકે કહ્યું કે સીટ બેલ્ટ પહેરી લે રોડ સીધો છે! આમ સ્પીડ વધતી ગઇ અને બીજા યુવાનો પણ બ્રેક ન મારવા અને વધુને વધુ સ્પીડ કરવા માટે કહેતાં ગયાં. અને એટલામાં તો સૌનો અવાજ બંધ થઇ ગયો. 4 લોકો મોતનાં મુખમાં ધકેલાઇ ગયાં.
કારમાં બિહાર રોહતાસનો નિવાસી ડૉ. આનંદ કુમાર પોતાના સગા ઇન્જિનીયર દીપક આનંદ, મિત્ર અખિલેશ સિંહ અને ભોલા કુશવાહા હતા. કાર ભોલા ચલાવી રહ્યો હતો. અને બાકીના લોકો પાછળ બેસીને સ્પીડ વધારવા કહી રહ્યાં હતાં. આનંદના પિતા નિર્મલ કુમાર જદયૂ નેતા છે અને આનંદ તેનો નાનો પુત્ર છે. ઔરંગાબાદના પ્રભારી તરીકે આનંદના પિતા ફરજ બજાવી રહ્યાં છે. ડૉ. આનંદ કુમાર મોંઘી કાર અને બાઇકનાં શોખીન હતાં. તેમની પાસે 16 લાખ રૂ.ની બાઇક પણ હતી. અને હાલમાં તેમણે સવા કરોડ રૂપિયાની નવી BMW કાર ખરીદી હતી. જેની સર્વિસ કરવા આ 4 લોકો લખનઉ જઇ રહ્યાં હતાં.