Home News Update Nation Update દિવસ એક … ઉત્સવના નામ અનેક.. ઉજવણીમાં વિવિધતા..

દિવસ એક … ઉત્સવના નામ અનેક.. ઉજવણીમાં વિવિધતા..

0

ઉત્તરાયણ પર્વ દેશમાં વિવિધ સ્થળોએ અલગ અલગ નામે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં જેમ પતંગ ચગાવી ઉજવણી કરવામાં આવે છે તેમ અલગ અલગ રાજ્યમાં વિવિધ નામોથી ઉજવણી કરાય છે. આવો જાણીએ કયા રાજ્યમાં કયા નામે ઉજવણી કરાય છે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં ઉત્તરાયણ
ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઉત્તરાયણ અથવા મકર સંક્રાંતિ એક ભવ્ય તહેવાર તરીકે ઊજવવામાં આવે છે. અહીં પતંગબાજી અથવા પતંગ ઉત્સવ આ દિવસનું મુખ્ય આકર્ષણ હોય છે. આ રાજ્યોમાં મકર સંક્રાંતિનો તહેવાર એક મહિના પહેલાં ડિસેમ્બરથી જ શરૂ થઈ જાય છે અને આકાશ મકર સંક્રાંતિના સ્વાગતમાં રંગીન પતંગો દ્વારા ભરાઈ જાય છે.

ઝારખંડ અને બિહારમાં મકર સંક્રાંતિ

અહીં લોકો નદી અને તળાવમાં ડુબકી મારે છે અને સારા પાકના ઉત્સવ તરીકે સિઝનલ વ્યંજનોનો આનંદ લે છે. આ વ્યંજનોમાં તલથી બનેલી મીઠાઈ સામેલ હોય છે.

તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પેડ્ડા પાંડુગા
આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુ: આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુ જેવા રાજ્યોમાં મકરસંક્રાંતિ ચાર દિવસનો તહેવાર છે. પ્રથમ દિવસ ભોગી છે, જ્યાં બોનફાયર બનાવવામાં આવે છે, અને ઘરની જૂની અને અનિચ્છનીય વસ્તુઓ ફેંકી દેવામાં આવે છે અથવા બાળી નાખવામાં આવે છે. આ દિવસે ઉજવણી શરૂ થાય છે. આસામમાં તહેવાર માટે બોનફાયર બનાવવાની સંસ્કૃતિ પણ છે. કેટલાક સમુદાયો ખોરાક રાંધે છે અને આ આગની આસપાસ એક જૂથ તરીકે ખાય છે. બીજો દિવસ મુખ્ય તહેવાર છે, જ્યારે ત્રીજો અને ચોથો દિવસ ગાયની પૂજા અને મિત્રો અને પરિવારના સન્માન માટે છે.

કેરલમાં મકરવિલાક્કુનો તહેવાર
કેરલમાં આ તહેવારને મકરવિલાક્કુના નામે ઓળખવામાં આવે છે. આ દિવસે સબરીમાલા મંદિરના પહાડને લાઇટિંગ્સ દ્વારા સજાવવામાં આવે છે. સબરીમાલાના પહાડને વર્ષમાં માત્ર ત્રણવાર જ સજાવવામાં આવે છે અને કેરળમાં મકરવિલાક્કુના નામથી ઊજવવામાં આવતો આ તહેવાર મકર સંક્રાંતિ તે ત્રણ દિવસમાંથી એક છે. આ દિવસ કેરલમાં ખૂબ જ હર્ષ-ઉલ્લાસ સાથે ઊજવવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે સબરીમાલાની પહાડીઓ ઉપર થતાં પ્રકાશ ઉત્સવને જોવા માટે હજારો લોકો દૂર-દૂરથી આવે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version