હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાન અંગે આગાહી કરતા જણાવ્યુ હતુ કે અરબ સાગરમાંથી ભેજવાળા પવનો ફૂંકાશે અને ઉત્તર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે. ગુજરાત રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે. જોકે સૂકા પવનો ફૂંકાવવાના શરૂ થઈ ગયા છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, આગામી 5 દિવસ વાતાવરણ સુકુ રહેશે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની સાંભવના છે. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં માવઠાની સાંભવના છે. તેમજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતમાં વાતાવરણ સુકુ રહેશે. આગામી 5 દિવસ લઘુતમ અને મહત્તમ તાપમાન યથાવત રહેશે બંગાળની ખાડીમાં વારંવાર હવાના દબાણ ઉભા થયા હતા અને હજુ પણ બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શકયતા છે. દક્ષિણ ચીન ચક્રવાત સર્જાતા બાંગ્લાદેશ પૂર્વીય ભારત દક્ષિણ પૂર્વીય તટ સામાન્ય વાવાઝોડું કે વરસાદની શકયતા રહેશે. ઉત્તર પર્વતીય ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમ વર્ષા કે કમોસમી વરસાદ થવાની શકયતા રહેશે. દિવાળીના આસપાસ અને નવા વર્ષની શરૂઆતમાં વાદળો આવશે. આ આરસામાં દક્ષિણ પૂર્વીય તટીય ભાગોમા વાવાઝોડું ફૂંકાવવાની શકયતા છે. જોકે, વાવાઝોડાની પુષ્ટિ હવામાન વિભાગ કરી શકશે. કેરળ, તમિલનાડુ ઓરિસ્સા, કર્ણાટકમાં વરસાદની શકયતા રહેશે.તેમજ અરબ સાગરમાંથી ભેજવાળા પવનો ફૂંકાશે અને ઉત્તર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે. દિવાળીની આસપાસ અને બેસતા વર્ષની શરૂઆતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માવઠાની અસર થવાની શકયતા છે.