ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે પરિક્રમા કરીને ચંદ્ર આવી જાય છે અને પૃથ્વી, સૂર્ય તેમજ ચંદ્ર એક જ લાઇનમાં આવી જાય છે. ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે ત્યાં સૂર્ય દેખાતો નથી જેને સૂર્યગ્રહણ કહે છે. પરંતુ પૃથ્વી પર નિવાસ કરતા લોકો પર ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણની અસરો પડે છે. અને ભૂતકાળમાં પણ તેની અસરો પડી છે. આ જ કારણોસર લોકો ધાર્મિક કાર્યો ગ્રહણ સમયે નથી કરતા. તેમજ કોઈ કામનું શુભ મૂર્હુત પણ નથી કરવામાં આવતું.
આ વર્ષે દિવાળી પર્વના બીજા જ દિવસે ખંડ ગ્રાસ સૂર્યગ્રહણ છે. જેથી આ દિવસને પડતર દિવસ ગણવામાં આવશે અને બીજા દિવસે એટલે 26 ઓક્ટોબર બેસતુ વર્ષ ઉજવાશે. જ્યોતિષીએ જણાવ્યું હતું કે આ ખંડગ્રાસ સૂર્યગ્રહણ વિક્રમ સંવત 2078 નું છેલ્લું ગ્રહણ હશે.25 ઓક્ટોબરે સૂર્યગ્રહણ તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં થશે. સાંજે 4.28 મિનિટ અને 21 સેકન્ડએ સૂર્યગ્રહણ શરૂ થશે. સાંજે 6.32 મિનિટ અને 11 સેકન્ડએ ગ્રહણ પૂર્ણ થશે. જે જગ્યાએ ગ્રહણ પૂર્ણ થતાં પહેલાં જ સૂર્ય અસ્ત થશે, ત્યાં સૂર્યાસ્ત સાથે જ ગ્રહણ પૂર્ણ થઈ જશે.
આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું છે જેથી તેનો સંપૂર્ણ દોષ લાગશે માટે પાડવાનું રહેશે જેથી 25 ઓક્ટોબર મંગળવારે આ ગ્રહણ થવાનું હોવાથી આ દિવસ પડતર દિવસ ગણાશે જેથી નવા વેપાર ધંધાનું શુભ મુહૂર્ત નહિ કરી શકાય. આમ પૂરા દિવસ સૂતક રહેશે માટે જ બીજા દિવસે 26 ઓક્ટોબર બુધવારે નવા વર્ષની પેઢી ખોલવાનું મુહૂર્ત કરાશે.