Published by : Vanshika Gor
મિસ યુનિવર્સની 71મી સિઝનમાં ભારતનું પ્રતિનિધિત્વ તેલંગાણાની દિવિતા રાય કરી રહી છે. આ ઇવેન્ટમાં તેમણે ‘સોને કી ચિડિયા’ તરીકે રાષ્ટ્રીય પહેરવેશને મહત્વ આપતો લુક બનાવ્યો છે.દિવિતા રાય અમેરિકાના ન્યુ ઓર્લિયન્સમાં આયોજિત 71મી મિસ યુનિવર્સમાં ભારત તરફથી દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. દિવિતાનો લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. દિવિતા અદ્ભુત લુકમાં ‘સોને કી ચિડિયા’ બનીને દેશનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળી હતી. તેનો આ લુક સોશિયલ મીડિયામાં લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે.ગોલ્ડન પીંછાવાળા ગોલ્ડન આઉટફિટ પહેરીને દિવિતા મિસ યુનિવર્સ સ્ટેજ પર પહોંચી હતી. મોડલના ઘણા ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે.

કોણ છે દિવિતા રાય?
23 વર્ષની દિવિતાનો જન્મ કર્ણાટકમાં થયો હતો. અભ્યાસ પૂરો કરીને તે મુંબઈ આવી ગઈ. તેણે મુંબઈની જેજે કોલેજમાંથી આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો હતો. આવી સ્થિતિમાં મોડલિંગમાં તેની રુચિ વધી અને આ રીતે તેની એન્ટ્રી પેંજેન્ટ વર્લ્ડમાં થઈ ગઇ.મોડલે તેના ખાસ લૂકનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘સોને કી ચિડિયા’ બ્રહ્માંડમાં પ્રવેશ કરી ચૂકી છે… આ પોસ્ટ શેર થતાની સાથે જ ફેન્સ પણ પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે