Saturday, April 4, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchદીકરીની સમતુલા જાળવવા સલામત સમાજ માટે વડાપ્રધાનની સુકન્યા યોજના વરદાનરૂપ : સી.આર.પાટીલ

દીકરીની સમતુલા જાળવવા સલામત સમાજ માટે વડાપ્રધાનની સુકન્યા યોજના વરદાનરૂપ : સી.આર.પાટીલ

  • ભરૂચ પંડિત ઓમકારનાથ હોલ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં 7272 સુકન્યા યોજનાની પાસબુકનું વિતરણ
  • ભરૂચ જિલ્લો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રાજ્યમાં ત્રીજા સ્થાને
  • તમામ દાતાઓનું પણ કરાયું સન્માન, જિલ્લાના ધારાસભ્યોને પ્રદેશ પ્રમુખનું સૂચન પોતાના મત વિસ્તારમાં એક પણ દીકરી સુકન્યા સમૃદ્ધિ ખાતાથી વંચિત ન રહે

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે 7272 દીકરીઓના ખોલાયેલા સુકન્યા સમૃદ્ધિ ખાતાનો પાસબુક વિતરણ સમારોહ યોજાયો હતો.

ગુજરાતના પનોતા પુત્ર અને લોક લાડીલા હૃદય સમ્રાટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72 માં જન્મદિવસ નિમિત્તે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું અભિયાન ભરૂચ જિલ્લામાં ઉપાડવામાં આવ્યું હતું. જનજાગૃતિ અને જિલ્લાની જરૂરિયાતમંદ દિકરીઓ માટે અભિયાનના પ્રેરક ભાજપ પ્રદેશ પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમારના પ્રયત્નો તેમજ સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ આ સેવા અભિયાન સફળ રહ્યું હતું. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ત્રાલસા અસ્મિતા વિકાસ કેન્દ્રના સંયુકત ઉપક્રમે દાતાઓના સહયોગથી મળેલી રૂપિયા 72.72 લાખની ધનરાશિથી ખાતા દીઠ 1000 રૂપિયા જમા કરી 7272 દીકરીઓના ખાતા ખોલાયા હતા. દિકરીઓ આત્મનિર્ભર બને એ ભાવના સાથે તેમનુ સન્માન થાય એ હેતુ થી પાસબુક વિતરણ સમારંભ આજે શનિવારે પ્રદેશ ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ભરૂચ જિલ્લા ભાજપ અને અસ્મિતા વિકાસ કેન્દ્રને આ અભિયાન માટે અભિનંદન પાઠવ્યા હતા. અને કહ્યું હતું કે, 7272 નો આંક તો એક પડાવ છે, આપણી મંજિલ જિલ્લાની 10 વર્ષ સુધીની તમામ દીકરી છે જેના સુકન્યા ખાતા ખુલવા જોઈએ. જિલ્લાના તમામ ધારાસભ્યોને પણ તેમણે પોતાના મતવિસ્તારમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ દરેક દીકરીને મળે તે માટે ટકોર કરી હતી સાથે જ વિધાનસભા ચૂંટણી આવી રહી હોય ત્યારે ટિકિટ માટે આવતા ઉમેદવારોએ કેટલા સમૃદ્ધિ ખાતા ખોલાવ્યા તેની માહિતી પણ મેળવીશ તેવી પણ પ્રદેશ પ્રમુખે આ તબક્કે માર્મિક વાત કરી હતી.

એક દીકરી પરિવારમાં હોવી જ જોઈએ જેના ઉપર ભાર મુકી તેમણે દીકરીનું સંતુલન જાળવી અસલામત સમાજ બનતો અટકાવવા અનુરોધ કર્યો હતો. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુકન્યા યોજના હોય કે વિમાં યોજના કે પછી ફ્રી વેકસીન કે 80 કરોડ લોકોને અનાજ વિતરણ દરેક પ્રતિબદ્ધતાથી કરી રહ્યા છે, આ કોઈ રેવડી નથી તેવી ટકોર હાલના ચૂંટણી વાતાવરણને લઈ કરી હતી.

સુકન્યા સમૃદ્ધિ યોજનાની પાસબુક વિતરણ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, વિધાનસભા ઉપદંડક દુષ્યંત પટેલ, અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા, પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બોડાણા, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ, નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, બક્ષીપંચ મોરચા પ્રદેશ મહામંત્રી રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય છત્રસિંહ મોરી, મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ, ખુમાનસિંહ વાંસિયા, દિવ્યેશ પટેલ, પિયુષ પટેલ, પોસ્ટ અધિક્ષક આર.બી.ઠાકોર સહિતની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતાઓ ત્રાલસા અસ્મિતા કેન્દ્રના પ્રવીણ પટેલ (અમેરિકા), યશવંત પટેલ, સમીર પટેલ, પીયૂષભાઈનું  ₹20 લાખ આપવા બદલ અન્ય દાતાઓના રૂપિયા 10 લાખના યોગદાન બદલ , પાણેથાના અતુલભાઈ પટેલ, ઘનશ્યામ પટેલ, UPL કંપની, જે.ડી.પંચાલ, દહેજ ઇન્ડસ્ટડીયલ એસો., પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસો, સહિતનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security