Published by : Anu Shukla
- ‘પ્રોજેક્ટ કે’ એક તેલુગૂ સાઈન્સ ફિક્શન ફિલ્મ છે
- આ ફિલ્મમાં દીપિકા, પ્રભાસ અને અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકિમાં જોવા મળશે
બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાણનો ક્રેઝ હજુ સુધી દર્શકો પરથી ઉતર્યો નથી અને આ દરમિયાન તેમણે ફરી એકવાર તેના ચાહકોને ઉત્સાહિક કર્યા છે. દીપિકાના આગામી પ્રોજેક્ટ્સમાં ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ નો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી વધુ અવેટેડ ફિલ્મોમાંની એક છે. આવી સ્થિતિમાં મહા શિવરાત્રીના ખાસ અવસર પર દીપિકાએ ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ની રિલીઝ ડેટ જાહેર કરી છે.
દીપિકા પાદુકોણે શેર કર્યું પોસ્ટર
દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટરમાં એક મોટો હાથ દેખાઈ રહ્યો છે જે આંગળીઓથી ઈશારો કરી રહ્યો છે. ત્યારે 3 લોકો તેના પર બંદૂક તાકી રહ્યા છે. પોસ્ટરના બેકગ્રાઉન્ડમાં રેતી અને તૂટેલી ઈમારતો અને મશીનો દેખાય છે. દીપિકાએ પોસ્ટની સાથે જણાવ્યું છે કે આ ફિલ્મ 12 જાન્યુઆરી 2024ના રોજ રિલીઝ થશે. આ સાથે તેણે ચાહકોને મહાશિવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી હતી. પોસ્ટરના નીચે લખ્યુ હતું-દુનિયા રાહ જોઈ રહી છે.
બે પાર્ટમાં રિલીઝ થશે ફિલ્મ
આ ફિલ્મમાં દીપિકાની સાથે પ્રભાસ અને અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકિમાં જોવા મળશે. અત્યાર સુધીમાં ‘પ્રોજેક્ટ કે’ના થોડાં જ પોસ્ટર જાહેર કરવામાં આવ્યા છે જેને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યા અને તેઓ ફિલ્મ માટે ઉત્સાહિત થઈ ગયા હતા. ‘પ્રોજેક્ટ કે’ બે ભાગમાં રિલીઝ થશે. જ્યાં ફિલ્મનો પ્રથમ ભાગ સસ્પેનસ બનાવશે ત્યારે બીજો ભાગ વાર્તાનો મહત્વનો ભાગ હશે. ભારતીય સિનેમા માટે આ એક મોટી ફિલ્મ સાબિત થશે.
સાઈન્સ ફિક્શન ફિલ્મ છે ‘પ્રોજેક્ટ કે’
‘પ્રોજેક્ટ કે’ એક તેલુગૂ સાઈન્સ ફિક્શન ફિલ્મ છે જેના નિર્દેશક નાગ અશ્વિન છે. ફિલ્મનું પહેલું શેડ્યુલ પૂરૂ થઈ ગયું છે જેમાં પ્રભાસનો ઈન્ટ્રો સીન પણ સામેલ છે. ત્યારે નિર્દેશકનું કહેવું છે કે ફિલ્મમાં પ્રભાસનો લુક પહેલા એવો હશે જેવો પહેલા ક્યારેય નહોતો. ફિલ્મનો પ્રથમ ભાગ એપ્રિલ 2024માં રિલીઝ થઈ શકે છે. દીપિકા પ્રથમ વખત પ્રભાસની સાથે જોવા મળશે.