Published by : Rana Kajal
દુનિયામાં કેટલાક દેશો એવા પણ છે કે જેમા ક્યારેય વાવાઝોડા કે તોફાનો આવતા નથી… ભારતમાં હાલમાં જ બિપરજોય વાવાઝોડાનો કહેર જોવા મળ્યો છે. કચ્છના દરિયાકાંઠા સાથે ટકરાયેલુ બિપરજોય વાવાઝોડુ ખેડૂતો અને સામાન્ય લોકો માટે મોટી મુસિબત સાબિત થયુ છે. જો કે દુનિયામાં કેટલાક દેશો એવા પણ છે જ્યાં ક્યારેય તોફાન નથી આવતા. જેમા સંયુક્ત આરબ અમીરાતમાં ક્યારેય તોફાન નથી જોવા મળતા. આ દેશની ભૌગોલિક સ્થિતિના કારણે અહીં ભાગ્યે જ તોફાન આવે છે. સંયુક્ત આરબ અમીરાત સાઉદી અરેબિયા અને ઓમાન વચ્ચે છે. આ દેશ પર્સિયન ગલ્ફમાં તેની ભૌગોલિક સ્થિતીને કારણે તોફાનોથી સુરક્ષિત રહે છે. જ્યારે સ્વિટ્ઝર્લેન્ડની ભૌગોલિક સ્થિતિને કારણે અહીં કોઈ તોફાન નથી આવતા. આ દેશ ચારે તરફથી પહાડો વચ્ચે ઘેરાયેલો છે. આ જ કારણ છે કે અહીં વાવાઝોડાની વધારે અસર નથી થતી. તેમજ દક્ષિણ અમેરિકા ખંડમાં પણ તોફાનો ક્યારેક જ મળે છે. એન્ડીસ પર્વતમાળા દક્ષિણ અમેરિકા ખંડના પશ્ચિમ કિનારે ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તરેલી છે. ચારેબાજુ પહાડો હોવાને કારણે તોફાન અહીં આવતા નથી. અને બ્રાઝિલ અને આર્જેન્ટિના વચ્ચે આવેલો ઉરુગ્વે પણ તોફાનોથી સુરક્ષિત છે. આ દેશ એટલાન્ટિક મહાસાગરમાં આવે છે. પરંતુ તે વિષુવવૃત્ત રેખાથી અંતરે છે તેના કારણે અહીં કોઈ તોફાન નથી જોવા મળતા. તે સાથે એન્ડોરા કે જે ફ્રાન્સ અને સ્પેન વચ્ચે પિરેનીસ પર્વતમાળામાં આવેલો નાનો દેશ છે. આ દેશમાં કોઈ દરિયાકિનારો નથી તેથી તોફાનો અહીં લગભગ ક્યારેય જોવા મળતા નથી.