- ૭૦ થી ૮૦ હજારની કિંમત થાય ત્યારે સૌથી સસ્તી ગણાય છે
- જેનો ઉપયોગ ટીબીની બીમારીમાં કરાય છે
સમાન્ય રીતે જ્યારે શાકભાજીના ભાવમાં વધારો થાય છે ત્યારે મધ્યમવર્ગનું બજેટ ખોરવાઇ જાય છે. ગૃહીણીઓને ઘર ચલાવવા માટે મુશ્કેલ બને છે. દરેક શાકભાજીના ભાવ માર્કેટમાં તેની માંગ પ્રમાણે અલગ અલગ હોય છે. જો કે નવાઈ લાગવા જેવી એક શાકભાજી એવી છે જેનો ભાવ ૧ કિલોનો ૧.૧૦ લાખ રૂપિયા છે. વિશ્વની સૌથી મોંઘી શાકભાજી ગણવામાં આવે છે. આટલી કિંમતમાં તો બે તોલા સોનું ખરીદી શકાય છે. આ શાકભાજીનું નામ હોપ શૂટસ છે. તેનું મૂળ નિવાસસ્થાન ઉત્તર અમેરિકા છે. આ સામાન્ય શાકભાજીની જેમ માર્કેટ સરળતાથી ઉપલબ્ધ નથી હોતી. આ શાકભાજીને ખાસ ઓર્ડર આપીને મંગાવવી પડે છે. આ શાકભાજીની કિંમત ૭૦ થી ૮૦ હજાર થાય ત્યારે સૌથી સસ્તી કિંમત થઇ એમ માનવામાં આવે છે. તેની કિંમત તેની ગુણવત્તા પરથી નક્કી થાય છે.

જાણો હોપ શૂટસના ઉપયોગો :
- હોપ શૂટસના ફૂલોનો ઉપયોગ કરીને મોંઘી દાટ બિયર બનાવવામાં આવે છે. હોપ શૂટસના ફૂલોને હોપ કોન્સ કહેવાય છે.
- શંકુ આકારના ફૂલ ઉપરાંત હોપ શૂટસની ડાળખીઓનો ઉપયોગ કરીને ટીબીની બીમારી મટાડી શકાય છે.
હોપ શુટસની ઉત્પાદન કરવું ખુબ અઘરું છે કારણ કે આ શાકભાજી તાપમાન માટે ખૂબ જ સંવેદનશીલ છે. હોપ શૂટસની સ્પર્ધા કરી શકે કરે તેવી બીજી એક માત્ર શાકભાજી ફ્રાંસમાં થતા બા બોનેટે બટાટા છે. અત્યંત દુલર્ભ ગણવામાં આવતા આલું આઇલ ડી નોઇરમૌટિયર ટાપુ પર ઉગાડવામાં આવે છે. તેનો ટેસ્ટ કુદરતી રીતે જ ખારો હોય છે. આ શાકભાજીની ઘણી માવજત કરવામાં આવે છે. તે બાદ પણ માત્ર ૧૦ દિવસ જ ઉત્પાદન આપે છે. આ શાકભાજીની કિંમત પણ ૯૦ હજારથી લઈને ૧ લાખ રૂપિયા સુધીની હોય છે.
વિશ્વની સૌથી મોંઘી શાકભાજીઓના ભાવ :
- હોપશુટસ – ઉત્તર અમેરિકા : ૧ થી ૧.૧૦ લાખ
- લા બોનેટે આલુ (પોટેટો) ફ્રાંસ : ૯૦ થી ૧ લાખ
- મત્સુટેક મશરુમ – જાપાન : ૭૦ થી ૭૫ હજાર
- વસાબી રુટ – અમેરિકા : ૧૮ થી ૨૦ હજાર
- યામાશિતા પાલક- ફ્રાંસ : ૨ થી ૨.૫૦ હજાર