Home International દુનિયાનું એક માત્ર ગામ જ્યાં ક્યારેય વરસાદ પડતો નથી,…

દુનિયાનું એક માત્ર ગામ જ્યાં ક્યારેય વરસાદ પડતો નથી,…

0

Published By:-Bhavika Sasiya

દુનિયામાં ભાગ્યે જ એવું કોઈ ગામ કે શહેર હશે જ્યાં વરસાદ ન પડતો હોય. પરંતુ એક ગામ એવુ છે. જ્યાં આજદિન સુધી વરસાદ પડ્યો નથી…. યમનમાં એક એવું ગામ છે જ્યાં ક્યારેય વરસાદ પડતો નથી. આ ગામમાં વરસાદના અભાવે લોકો ખુબ પરેશાન છે. અલ-હુતૈબ ગામ યમનમાં આવેલું છે અલ-હુતૈબ નામના ગામમાં ક્યારેય વરસાદ પડતો નથી. આ ગામ યમનની રાજધાની સનામાં આવેલું છે. આ ગામ સનાના પશ્ચિમમાં મનખ ડિરેક્ટોરેટના હારાજ વિસ્તારમાં આવેલું છે. જે જમીનથી લગભગ 3200 મીટરની ઊંચાઈએ લાલ રેતીના પથ્થરની ટેકરીની ટોચ પર છે. આ ગામ નજીકના અન્ય સ્થળોથી ઘણું ઉપર છે. જેના કારણે અહીં હંમેશા દુષ્કાળની સ્થિતિ રહે છે. વાસ્તવમાં આ ગામ વાદળોની ઉપર આવેલું છે. તેથી જ જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આ ગામ પર એક ટીપું પણ પડતું નથી. તેથી આ ગામમાં હંમેશા દુષ્કાળની સ્થિતિ રહે છે.તેમ છતાં આ ગામ પાણી વગર પણ સુંદર છે.ગામમાં વરસાદ ન પડતો હોવા છતાં પણ તે તેની સુંદરતા માટે પ્રવાસીઓને આકર્ષે છે. જેના કારણે દુનિયાભરમાંથી પ્રવાસીઓ આ ગામની મુલાકાતે આવે છે. આ ગામના પહાડી વિસ્તારોમાં ખૂબ જ સુંદર મકાનો બનાવવામાં આવ્યા છે જે કોઈના મહેલ જેવા લાગે છે. જેને જોઈને પોતાનામાં જ આરામ મળે છે. આ ગામનું હવામાન એવું છે કે દિવસ દરમિયાન ખૂબ જ ગરમી અને રાત્રે ઠંડીનુ વાતાવરણ જણાય છે.

આ ગામ જમીનથી 3200 મીટરની ઊંચાઈ પર આવેલું છે, જ્યારે પાણી અથવા વરસાદી વાદળો 2000 મીટરની ઊંચાઈ પર છે, એટલે કે આ ગામમાં વરસાદ નથી થતો કારણ કે તે વરસાદી વાદળોથી ઉપર છે. જેના કારણે અહીંના લોકો વરસાદનો અહેસાસ પણ કરી શકતા નથી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version