Published By:-Bhavika Sasiya
સાઈઝ માત્ર ઍક ડોલર જેટલી…
આરામથી શ્વાનને પર્સ મા લઈ જઈ શકાય…
તે પર્સમાં પણ આરામથી ફિટ થશે તેની સાઈઝ માત્ર ત્રણ ઈંચની છે અને તેનું વજન અડધો કિલો છે. શ્વાનના કદને એ હકીકત પરથી માપી શકો છો કે તે ખિસ્સા અને હેન્ડબેગમાં આરામથી ફિટ થઈ શકે છે.
પર્લ નામના શ્વાન વિશે વાત કરવામાં આવી રહી છે, જે ચિહુઆહુઆ પ્રજાતિનો છે અને આ શ્વાનનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. વર્ષ 2020માં જન્મેલા આ શ્વાનની ઊંચાઈ 9.14 સેમી (3.59 ઈંચ) અને લંબાઈ 12.7 સેમી (5.0 ઈંચ) છે. જો શ્વાનની લંબાઈ અને પહોળાઈ વિશે વાત કરીએ, તો તે ડોલરની નોટ બરાબર છે. પર્લની માલિક વેનેસા સેમલ આ કૂતરાથી ખૂબ જ ખુશ છે.