Published By:-Bhavika Sasiya
- દુનિયાનો સૌથી મોંઘા સાપની કિંમત કરોડો રૂપિયા જેટલી જણાય છે..
દુનિયામાં કેટલાય એવા જીવ છે જે દુલર્ભ છે અને માનવજાત તેનું નિકંદન કાંઢીને ફાયદા માટે વેપાર કરીને કરોડો રૂપિયા કમાય છે. આવોજ એક સાપ જણાયો છે. આ સાપની કિંમત કરોડો રૂપિયામાં છે. આ સાપ દુનિયાનો સૌથી મોંઘો સાપ છે અને એક સાપ જ વ્યક્તિને કરોડપતિ બનાવી શકે છે. આ સાપ દુનિયાના ગણતરીના દેશોમાં જ જોવા મળે છે.
ગ્રીન ટ્રી પાઈથન પ્રજાતિ સાપની સૌથી મોટી પ્રજાતિ છે. તેના લીલા રંગના કારણે આ સાપ દેખાવમા્ં સુંદર લાગે છે. આ ગ્રીન ટ્રી પાઈથન લગભગ બે મીટર લાંબા અને 1.5 થી 2 કિલો વજન સુધીના હોઈ શકે છે. જો કે માદા ગ્નીન ટ્રી પાઈથન થોડી ભારે હોઈ શકે છે. માદા લંબાઈમાં નર કરતા પણ મોટી હોય છે.
આ સાપની પ્રજાતિ દુર્લભ છે અને ભાગ્યે જ જોવા મળે છે. તે સામાન્ય રીતે ઇન્ડોનેશિયા, ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાના ટાપુઓમાં જોવા મળે છે. રિપોર્ટ અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં આ સાપની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા આસપાસ છે.
આ સાપની સુંદરતા જ તેની મોટી દુશ્મન છે. આ જ કારણ છે કે તેની માંગ ઘણી વધારે છે. તેનો લીલો રંગ નાજુક સફેદ પેટર્ન અને એક ડાયમન્ડ જેવો માથાનો આકાર તેના આકર્ષણમાં વધારો કરે છે. આ સાપ સામાન્ય જંતુઓ અને નાના પ્રાણીઓનો શિકાર કરીને પેટ ભરે છે. સાપની આ ખાસ પ્રજાતિ અમુક દેશોમાં જ જોવા મળે છે અને ઝાડ પર રહે છે. જો કે ગ્રીન ટ્રી પાયથોન જંગલમાં કેવી રીતે રહે છે તેની ઓછી માહિતી ઉપલબ્ધ છે.