Published by : Rana Kajal
હવે દુબઈની રેતી પણ સોના સમાન સાબિત થઈ રહી છે… દુબઈનુ સોનું વિશ્વમા પ્રસિધ્ધ છે પરંતું હવે તો દુબઈની રેતી પણ સોનાની જેમ જ ચમકી ઉઠી છે…દુબઈની રેતી પણ સોના સમાન ચમકી ઉઠી છે તે અંગેની વિગત જોતાં દુબઈમાં આવેલા ઍક કૃત્રિમ ટાપુ પર આવેલ 24500 ચોરસ ફૂટનુ મેદાન લગભગ 3.4 કરોડ ડોલર મા વેચાયુ હતુ. ભારતીય ચલણ મુજબ આ કિંમત રૂ 278 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ મેદાન દુબઈમા ફેમિલી વેકેશન હોમ બનાવવા ઉપયોગમાં લેવાય તેવી સંભાવના જણાઈ રહી છે. આમ જ્યાં દુબઈનુ સોનું વિશ્વમાં ચમકી રહ્યું છે તે સાથે સાથે હવે દુબઈની રેતી પણ સોનાની જેમ જ ચમકવા માંડી છે.