Home Fire દુબઈમાં ભીષણ આગનો બનાવ…

દુબઈમાં ભીષણ આગનો બનાવ…

0

Published By : Patel Shital

  • જોરદાર વિસ્ફોટ બાદ લાગી આગ…
  • 16 ના મોત નીપજ્યા 9 ને થઈ ઈજા…

દુબઈમાં એક બિલ્ડિંગમાં જોરદાર વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી જેમાં 16 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા જ્યારે 9 ને ઇજા પહોંચી હતી. આ બનાવ બાદ બચાવ કામગીરી તરત જ શરૂ કરી દેવામાં આવી હતી. દુબઈમાં જોરદાર વિસ્ફોટ બાદ એક બિલ્ડિંગના ચોથા માળે આગ લાગી હોવાનો બનાવ બન્યો હતો.

આગની આ ઘટનામાં 16 લોકોના મોત થયા હતા. તે જ સમયે 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. દુબઈની એક બિલ્ડીંગમાં ચોથા માળે આગ લાગી હતી. દુબઈ સિવિલ ડિફેન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દુબઈ સિવિલ ડિફેન્સ ઓપરેશન રૂમમાં સૌથી પહેલા આગની જાણ થઈ હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ 6 મિનિટમાં જ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોને બહાર કાઢવા અને આગને કાબૂમાં લાવવાનું કામ શરૂ કર્યું હતું.

આ બિલ્ડિંગમાં એક દુકાનમાં કામ કરતા કર્મચારીએ જણાવ્યું કે જોરદાર ધડાકો થયો હતો. કેટલાક લોકોએ મદદ માટે બિલ્ડિંગમાં જવાનો પ્રયાસ કર્યો પરંતુ ધુમાડાને કારણે તેઓ કંઈ કરી શક્યા નહીં. થોડી જ મિનિટોમાં ફાયર બ્રિગેડે આવીને ક્રેનની મદદથી લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. હજી બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version