સંયુક્ત આરબ અમીરાત (UAE) એ તેના વિઝા નિયમોમાં ફેરફાર કર્યો છે. ગોલ્ડન વિઝા, ગ્રીન રેસિડેન્સી વિઝા અને ટૂરિસ્ટ વિઝા યુએઈ દ્વારા આપવામાં આવે છે. ગોલ્ડન વિઝા એવા લોકો માટે છે જેઓ લાંબા સમય સુધી દુબઈમાં રહેવા અથવા સ્થાયી થવા માંગે છે. આ વિઝા 10 વર્ષ માટે છે. આ સિવાય ગ્રીન રેસિડેન્સી વિઝા એવા લોકો માટે છે જેઓ થોડા વર્ષો માટે નોકરી માટે દુબઈ જાય છે. આ વિઝા 5 વર્ષ માટે છે. આ સાથે, મુલાકાતીઓ માટે વિઝા છે, જે 90 દિવસ માટે છે.
વિઝાના નવા નિયમો
- હવે 5 વર્ષના ગ્રીન વિઝા માટે એમ્પ્લોયરની મદદ લેવાની જરૂર નહીં રહે. હવે વ્યક્તિને સીધો વિઝા આપી શકાશે. આ સાથે ગ્રીન વિઝા ધારકો તેમના પરિવારના સભ્યોને પણ સ્પોન્સર કરી શકે છે. જો ગ્રીન વિઝા ધારકની પરમિટ પૂર્ણ થઈ જાય, તો તેને રિન્યુ કરાવવા માટે 6 મહિનાનો વધારાનો સમય આપવામાં આવશે.
- ગોલ્ડન વિઝા સાથે જોડાયેલા કેટલાક નિયમો આસાન કરવામાં આવ્યા છે. જેમાં રોકાણકાર, બિઝનેસમેને વધુ ફાયદો થવાનો છે. ગોલ્ડન વિઝા ધારક પરિવારના સભ્યો અને બાળકોને સ્પોન્સર કરી શકે છે. ગોલ્ડન વિઝા ધારકના પરિવારના સભ્યો પણ ધારકના મૃત્યુ પછી યુએઈમાં જ્યાં સુધી વિઝા માન્ય રહેશે ત્યાં સુધી રહી શકે છે.
- જેમની પાસે ટૂરિસ્ટ વિઝા હશે, તેઓ 60 દિવસ સુધી યુએઈમાં રહી શકશે.
- આ સાથે જે લોકો દુબઈમાં નોકરી કરવા ઈચ્છે છે, તેમને 90 દિવસના વિઝા આપવામાં આવશે જેથી તેઓ અહીં આવીને નોકરી શોધી શકે. જેમાં જોબ એક્સપ્લોરેશન વિઝા પ્રોફેશનલ્સને સ્પોન્સરશિપ વગર યુએઈમાં રોજગાર મેળવવાની મંજૂરી આપશે. તમે નોકરી મેળવતા પહેલા ત્યાં રહેવાનું શરૂ કરી શકો છો.