Published By:-Bhavika Sasiya
- અમદાવાદની એક કન્સ્ટ્રક્શન સાઈટ પર મોટી દુર્ઘટના સર્જાઈ. લિફ્ટ તૂટી પડતા 13 માળથી પટકાતા 3 શ્રમિકોના મોત…
અમદાવાદમાં ફરી એક વાર નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઈટ પર મોટી દુર્ઘટના ઘટી છે. અમદાવાદના ઘુમાની એક નિર્માણાધીન ઇમારતમાં મોડી રાતે 3 શ્રમિકોના મોત થયા છે. ઝવેરી ગ્રીન નામની સાઈટ પર મોડી રાતે બનેલી ઘટનામાં સાઈટ પર બાંધેલી પાલક તૂટતાં ત્રણ શ્રમિકોના કરુણ મોત થયા છે. સાઈટ પર મોડી રાતે કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન સાઈટ પર બાંધેલી પાલક એકાએક તૂટી પડી હતી, જેથી 13 મા માળેથી નીચે પટકાતા 3 શ્રમિકોના મોત નિપજ્યા હતા. સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં શ્રમિકોને મૃત જાહેર કરાયા હતા. મોડી રાત્રે સર્જાયેલી આ ઘટનાને લઈને અનેક તર્કવિતર્ક સર્જાયા છે. કારણ કે, શું મોડી રાતે સાઈટ પર સાઈટ પર કામ કરવાની પરમિશન હતી કે કેમ. સેફ્ટીનુ ધ્યાન રખાયું હતું કે કેમ તે તમામ સવાલો ઉઠ્યા છે.