Published by : Rana Kajal
ભારતમાં ઘણી જાતની કેરીનો પાક થાય છે પરંતું ઍક ઍવી જાતની દુર્લભ અને મોંઘી કેરી પણ પાકે છે કે આ કેરીને સાચવવા સિક્યુરિટી અને કૂતરા રાખવા પડે છે… આ દુર્લભ કેરી પકવતા ખેડૂતે તેના માત્ર 2 વૃક્ષોની રક્ષા માટે 3 સુરક્ષા ગાર્ડ અને 6 કૂતરા રાખવા પડે છે ભારતમાં પણ આવું થઈ રહ્યું છે. આ કેરી વિશ્વની સૌથી મોંઘી કેરીઓ માંની એક છે તેનો રંગ જાંબલી છે. તો આ લાલ અને જાંબલી દેખાતી કેરી જાપાનની મિયાઝાકી કેરી છે. આ કેરીની ગણતરી વિશ્વની સૌથી મોંઘી કેરીમાં થાય છે. આમાંથી માત્ર 1 કિલો કેરી ખરીદવા રૂ 2.7 લાખ રૂપિયા ખર્ચવા પડે.આ જાપાની પ્રકારની કેરીનું ઉત્પાદન ગરમ વિસ્તારોમાં થાય છે. તેને ખીલવા માટે ઘણા કલાકો તેજસ્વી સૂર્યપ્રકાશની જરૂર છે. આ જાતની એક કેરીનું વજન લગભગ 350 ગ્રામ છે. આ મોંઘી કેરીને સાચવવા ખાસ વ્યવસ્થા કરવી પડે છે