- ભરૂચ-અંકલેશ્વરમાં એકમેકને નવરોઝ મુબારકની શુભકામનાઓ પાઠવી
Published By : Aarti Machhi
ભરુચ-અંકલેશ્વરમાં વસતા પારસી સમાજે પતેતી પર્વ ઉજવણી કરી એકમેકને નવરોઝ મુબારકની શુભકામનાઓ પાઠવી હતી.
ભારતના સંજાણ બંદરે 1390 વર્ષ પહેલાં આવી દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજે પતેતી પર્વ નિમિત્તે નવરોઝ પર્વ ઉજવ્યું હતું.ભરૂચ-અંકલેશ્વરમાં અગિયારીઓમાં વહેલી સવારે પારસીઓ પવિત્ર અગ્નિની પૂજા કરી નવરોઝ મુબારકની એકમેકને શુભકામના પાઠવી હતી.દૂધમાં સાકરની જેમ ભળી જનારા શાંત અને મળતાવડો સ્વભાવ ધરાવનારા પારસી સમાજ દ્વારા પતેતી પર્વ અને પારસી નૂતન વર્ષ ૧૩૯૩ની પરંપરાગત ઉજવણી કરાઈ હતી.
વહેલી સવારે અગિયારીઓમાં પારસી ભાઇ-બહેનો, બાળકો અને વડીલોએ સુખડના લાકડા અર્પણ કરવા સાથે પવિત્ર અગ્નિની પૂજા-અર્ચના કરી હતી.