દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા લગ્ન પ્રસંગમાં વરરાજાને પોતાને ખભે બેસાડી નાચતા હોવાનો વિડીયો હાલ વાયરલ થયો છે. ચૈતર વસાવા અવાર નવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપી વરરાજાને માં સન્માન આપતા હોય છે.
વિધાનસભાની ચૂંટણીઓ બાદ દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સુર્ખિયોમાં રહ્યા છે. તેઓ અવારનવાર કોઈક ને કોઈક બાબતે ચર્ચામાં રહે છે. હાલ તેઓનો એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ એક ગામમાં લગ્ન પ્રસંગમાં વરરાજાને પોતાના ખભે બેસાડી નાચી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં માન સન્માન આપવા માટે જે તે વ્યક્તિને ખભે બેસાડવાની પ્રથા છે. ત્યારે ચૈતર વસાવા અવાર નવાર નાના ગામોમાં પણ પોતાના આદિવાસી વિસ્તારમાં જઈ એક દિવસના રાજા એવા વરરાજાને માન સન્માન આપે છે. અને ખભે બેસાડી નાચે છે. અગાઉ પણ તેઓનો આવો એક વિડીયો સામે આવી ચુક્યો છે ત્યારે વધુ એક વીડિયોના કારણે તેઓના સમાજમાં તેઓની લોકપ્રિયતા વધી રહી છે.




