Home Bharuch દેડિયાપાડાના કોલીવાડા ગામે દારૂ પીવા ₹100 ના આપતા વૃદ્ધને બેટથી માર મારતા...

દેડિયાપાડાના કોલીવાડા ગામે દારૂ પીવા ₹100 ના આપતા વૃદ્ધને બેટથી માર મારતા બચાવવા વચ્ચે પડેલા બીજા વૃદ્ધનું મોત…

0

Published by : Rana Kajal

  • દેડિયાપાડા પોલીસે બે યુવાનો સામે હત્યાનો ગુનો દાખલ કર્યો

દેડિયાપાડા તાલુકાના કોલીવાડા ગામે વૃદ્ધ પાસે દારૂ પીવા 100 રૂપિયા માંગતા નહિ આપતા બે યુવાનોએ ક્રિકેટ બેટ વડે તેમને ફટકાર્યા હતા. જેમને બચાવવા વચ્ચે પડેલા બીજા વૃદ્ધને ઢોર મારતા તેમનું મોત થતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કોલીવાડા બોગજ ગામે નજીવી બાબતમાં માથાકુટ થતા બેટ મારી મોતને ઘાટ ઉતારનાર ઈસમો સામે હત્યાનો ગુનો દાખલ થયો છે.

દેડિયાપાડા કોલીવાડા બોગજ નિશાળ ફળિયામાં રહેતા શંકરભાઇ પારસીંગભાઇ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ ગામના જ પ્રિતેશ નવલભાઇ વસાવા અને અંકિત નરપત વસાવા બન્ને રહે. કોલીવાડાએ લક્ષ્મણ ભાઇના ઘરે આવી તેમની પાસે દારુ પિવા માટે રૂપિયા 100 માંગ્યા હતા.

બન્ને યુવાનોને લક્ષમણભાઇએ પૈસા આપવાની ના પાડતા બન્નેએ ક્રિકેટ રમવાના લાકડાના બેટ વડે લક્ષ્મણભાઇને મારી નાંખવાના ઈરાદે માર મારી ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. દરમિયાન 60 વર્ષીય પારસીંગભાઇ ટેટીયાભાઇ વસાવા ઈજા પામનાર લક્ષ્મણભાઇને મારથી બચાવવા વચ્ચે પડ્યા હતા. બન્ને યુવાનોએ વચ્ચે પડેલા પારસિંગ ભાઈને ક્રિકેટ રમવાના લાકડાના બેટથી માર મારી ગંભીર ઈજાઓ કરતા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

દેડિયાપાડા પોલીસે પારસિંગભાઇની હત્યા મામલે મૃતકના પુત્રની ફરિયાદના આધારે પ્રિતેશ વસાવા અને અંકિત વસાવા વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. બન્ને હત્યારાઓને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version