Published by : Vanshika Gor
હજુ થોડા દિવસ પહેલા જ ગુજરાતના સાળંગપુરમાં હનુમાનની 54 ફુટ ઉંચી પ્રતિમાને ખુલ્લી મુકવામાં આવી હતી હવે દ્વારકામાં ભગવાન કૃષ્ણની 108 ફુટ ઉંચી પ્રતિમા બનવાની છે. હવે, દ્વારકામાં કોરિડોર પ્રોજેક્ટ આવતી જન્માષ્ટ્મીથી શરૂ થવાનો છે અને ભગવાન કૃષ્ણની 108 ફુટ ઉંચી પ્રતિમા બનવાની છે.
દ્વારકા-પોરબંદર-સોમનાથ લિંક પ્રોજેક્ટ પણ શરૂ થશે. પોરબંદર સુદામાનું જન્મસ્થળ છે, જ્યારે શ્રી કૃષ્ણએ સોમનાથ પાસે દેહ છોડ્યો હતો. દ્વારકાથી 13 કિલોમીટર દૂર શિવરાજપુર બીચ અને 23 કિલોમીટર દૂર આવેલા ઓખા બીચની સૂરત બદલવાની યોજના છે. દ્વારકા દેવભૂમિ કોરિડોરનું કામ 6-7 સપ્ટેમ્બર,જન્માષ્ટમી થી શરૂ થશે.
ભગવાન દ્વારાકધીશની રૂપવાળી 108 ફુટની મૂર્તિ બનાવવામાં આવશે, જેને કૃષ્ણ ભગવાનની સૌથી ઉંચી મૂર્તિ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મૂર્તિ ગોમતી કિનારે પંચકુઇ વિસ્તારમાં બનશે. જન્માષ્ટમીના દિવસે ભૂમિપુજન થશે. મૂર્તિ પર દ્વારકાનો ઇતિહાસ, સંસ્કૃતિ અને ધાર્મિક મહત્ત્વ દર્શાવવા માટે સાઉન્ડ અને લાઇટ શો થશે.