Published By : Parul Patel
હાલમાં નવી દિલ્હી ખાતે યોજાયેલી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની આઠમી બેઠકમાં ગુજરાતનાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા…
આ બેઠકમાં મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે આગામી વર્ષ 2047 સુધીમાં વડાપ્રધાને ભારતની ઈકોનોમિ પાંચ ટ્રિલિયન યુ. એસ. ડોલર બનાવવાનુ લક્ષ્યાંક રાખેલ છે. જેમાં ગુજરાતનો હિસ્સો 10 ટકા સુધી લઈ જવાનો ટારગેટ રાખવામાં આવ્યો છે. મુખ્ય મંત્રીએ આ અંગે વધુમાં જણાવ્યુ કે આ લક્ષ્યાંકને હાંસિલ કરવા માટે ગરીબ અને જરૂરતમંદ લોકોને માળખાગત સુવિધાઓ પૂરી પાડવામાં, સોશીયલ સિક્યુરિટીઝ, માનવ સંસાધન વિકાસ તેમજ આધુનિક ટેકનોલોજી ના મહત્તમ ઉપયોગ કરીને આ લક્ષ્યાંક હાંસિલ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.