Home News Update Nation Update દેશના ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડા માટે યલો એલર્ટ…

દેશના ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડા માટે યલો એલર્ટ…

0

Published by : Rana Kajal

જૉકે પાંચ રાજ્યોમાં 7 જૂન સુધી હીટવેવની ચેતવણી…. હાલમાં જૂન માસના પ્રારંભના દિવસો ચાલી રહ્યા છે ત્યાં દેશમા કેટલાક વિસ્તારોમાં વરસાદના દસ્તક સંભળાઈ રહ્યાં છે. તો દેશના કેટલાક રાજ્યોમાં હજી પણ ગરમીનો પ્રકોપ જણાઈ રહયો છે…. દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીથી રાહત મળી રહી છે. ભારતીય હવામાન વિભાગ ના જણાવ્યાં અનુસાર, આવનાર દિવસોમાં પણ ખુશનુમા હવામાન ચાલુ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત 3 સિસ્ટમ સક્રિય થવાને કારણે 7 જૂન સુધી દેશનાં એક ડઝનથી વધુ રાજ્યોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડા માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હીથી લઈને યુપી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સિવાય કેરળ, તમિલનાડુ, તેલંગાણા સહિત કર્ણાટકના ઘણા વિસ્તારોમાં વરસાદ સહિત વાવાઝોડાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એઆઈએમડીએ આસામ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમમાં પણ વરસાદની આગાહી કરી છે સાથેજ જમ્મુ-કાશ્મીર, લેહ, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલમાં ગાજવીજ અને વીજળી સહિત ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version