Published by : Anu Shukla
ભારત દેશનું પ્રથમ સોલાર મિશન આદિત્ય L-1નું લોન્ચિંગ જૂન-જુલાઈમાં કરવા જઈ રહ્યું છે. આ મિશનમાં સૂર્યના અભ્યાસ માટે એક સ્પેસક્રાફટ મોકલવામાં આવશે. ISROના વડા ડૉ. એસ. સોમનાથે તાજેતરમાં આ જાહેરાત કરી હતી. સ્પેસક્રાફટ માટે પેલોડ વિઝિબલ લાઇન એમિશન કોરોનાગ્રાફ ISROને આપવામાં આવ્યો. આ પેલોડ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ દ્વારા તૈયાર થયેલુ છે. VELCએ આ સૂર્યયાનનું સૌથી મહત્વપૂર્ણ અને પ્રાથમિક પેલોડ છે. VELCને બનાવવામાં 15 વર્ષથી વધુ સમયગાળો લાગ્યા છે. તે માટે આને ખૂબ જ જટિલ પેલોડ ગણવામાં આવે છે.

આ મિશનનું નામકરણ કેવી રીતે થયું
ભારતના આ સૂર્યયાન મિશનમાં કુલ 7 પેલોડ છે. જેમાંથી છ પેલોડ ઈસરો અને એક અન્ય સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. સ્પેસક્રાફટને પૃથ્વી અને સૂર્ય વચ્ચે L1 એટલે કે લેગ્રેન્જ પોઈન્ટ 1 પર ઓર્બીટને રાખવા આવશે. આ માટે સૂર્યયાન મિશનનું નામ ‘આદિત્ય L-1’ રાખવામાં આવેલું છે.
આ સ્પેસક્રાફ્ટને કઈ જગ્યાએ સ્થિત કરવામાં આવશે
લેગ્રેન્જ પોઈન્ટએ સ્પેસમાં પાર્કિંગની જગ્યા છે. જ્યાં અનેક સેટેલાઇટ પાર્ક કરવામાં આવ્યા છે. ભારતનું સૂર્યયાન પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર આ બિંદુ પર સ્થિત કરવામાં આવશે. આ જગ્યાએથી તે સૂર્યનો અભ્યાસ કરશે.
VELC પેલોડ લાગ્યા બાદ તેની સાચી પરીક્ષા
ટૂંક સમયમાં VELC અને અન્ય પેલોડ્સ બેંગલુરુમાં UR રાવ સેટેલાઇટ સેન્ટર ખાતે આદિત્ય-L1 અવકાશયાનમાં સેટ કરવામાં આવશે. ત્યારબાદ તેમને PSLV રોકેટમાં તૈનાત કરવામાં આવશે અને લોન્ચિંગ પેડ્સ પર લઈ જવામાં આવશે. પેલોડમાં લગાવવામાં આવેલો સાયન્ટિફિક કેમેરા સૂર્યથી આપણને ખુબ સારા રિઝોલ્યુશનના ફોટા આપશે.