Published By : Patel Shital
અમરનાથ યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. બોર્ડના અધિકારીઓએ જણાવ્યું છે કે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 1 લી એપ્રિલથી શરૂ થઈ શકે છે. અધિકારીઓનું કહેવું છે કે 1 એપ્રિલને સંભવિત તારીખ તરીકે ગણવામાં આવી રહી છે કારણ કે ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી અમરનાથ શ્રાઈન બોર્ડના સભ્યોની બેઠક હજુ સુધી યોજાઈ નથી સાથે જ એવો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ વખતે અમરનાથ યાત્રા 60 દિવસની હોઈ શકે છે કારણ કે આ વખતે શ્રાવણ પૂર્ણિમા 30 ઓગસ્ટે છે અને પ્રથમ દર્શન 1 જુલાઈએ થશે.
અમરનાથ શ્રાઈન બોર્ડના એક અધિકારીના જણાંવ્યા અનુસાર અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓની નોંધણી બેંકો દ્વારા એપ્રિલથી શરૂ થશે. દરરોજ 20 હજાર ભક્તોનું રજીસ્ટ્રેશન થશે. બોર્ડ દ્વારા મંગાવવામાં આવેલા ટેન્ડરોમાં હેલિપેડ સાઇટ પર બરફ હટાવવા, પવિત્ર ગુફાની નજીકના ઝૂંપડા વિસ્તાર, પંડાલ વિસ્તાર, બેઝ હોસ્પિટલ સાઇટ, ક્લોક રૂમ, શૂ રેક સાઇટ, બુક કાઉન્ટર સાઇટ, શેડ, પવિત્ર ગુફાના નીચેના વિસ્તારમાં બેઝ હોસ્પિટલ અને શૌચાલય સ્થળ, શિબિર નિર્દેશક, ઝૂંપડી વિસ્તાર, હેલી સેવા સ્ટાફ આવાસ, સેવા પ્રદાતા વિસ્તાર, શેષનાગ કેમ્પ, વાવબાલ અને એમજી ટાપ શેષનાગ વગેરેનો સમાવેશ થાય છે.
આ સિવાય દક્ષિણ કશ્મીરની પવિત્ર ગુફામાં હિમલિંગના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓના વાહનોની અવરજવર માટે RFID આધારિત ટ્રેકિંગ કરવામાં આવશે. એમ જાણવા મળેલ છે