Published by : Rana Kajal
સંસદીય સમિતિએ કરેલ ભલામણમા 230 કરતા વધુ ડેમો, ગુજરાતના 31 ડેમોનો સમાવેશ…દેશના 100 વર્ષ કે તેથી વધુ જુના થઈ ગયેલ ડેમોને બંધ કરવાની ભલામણ સંસદીય સમિતિએ કેંદ્રને ભલામણ કરેલ છે આવા 230 જેટલા ડેમો છે જેમા ગુજરાતના 31 ડેમોનો સમાવેશ થાય છે.
સંસદીય સમિતિના એહવાલની વીગતો જોતા દેશના 234 ડેમો એવા છે. જે 100થી 300 વર્ષ જૂના છે આ પૈકીના કેટલાક ડેમ જર્જરિત હાલતમાં છે. જેના પગલે ગમે ત્યારે હોનારત સર્જાય તેવી શક્યતા છે. તેથી આવા ડેમોને બંધ કરી દેવા જોઈએ. તેવી ભલામણ સંસદીય સમિતિના એહવાલમાં કરવામા આવી છે. રાજ્યો મુજબ 100 વર્ષ કરતા જુના ડેમો સૌથી વધુ ડેમ મધ્ય પ્રદેશમાં 63 છે. જ્યારે સૌથી ઓછા ડેમ ઍક ઍક બિહાર, કેરળ અને તમિલનાડુમાં છે ગુજરાતમા આવા 31 ડેમો છે. અત્રે નોંધવું રહ્યું કે ભારત સરકારે વર્ષ 2021મા ડેમ સેફ્ટી એક્ટ પસાર કર્યો હતો.આ એક્ટ મા ડેમની સુરક્ષા, નિયંત્રણ અને કામગીરી સહિતની તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.