Published by : Rana Kajal
દેશના મોટાભાગના રાજ્યોના મંત્રીઓ કરોડપતિ હોવાના કારણે તેઓ સામાન્ય લોકો અને શ્રમજીવીઓના પ્રશ્નો અને સમસ્યાઓ ન સમજી શકે અને તેના ઉકેલ ન લાવી શકે તે સ્વાભાવિક બાબત છે.
હાલમા થયેલ સર્વે મુજબ દેશનાં 28 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના મંત્રીમંડળોમાંથી 11 રાજ્યો એવા છે જેમાં તમામ મંત્રીઓ કરોડપતિ છે. આ રાજ્યોમાં ગોવા, અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મણિપુર, પોંડીચેરી, તેલંગાણા, ઉત્તરાખંડ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. ગુજરાતના 94% મંત્રીઓ કરોડપતિ છે. ગુજરાતના મંત્રી બળવંતસિંહ રાજપૂત રૂ. 372 કરોડની મિલકત ધરાવે છે, અને તેઓ દેશમાં સૌથી વધુ મિલકત ધરાવતા મંત્રીઓમાં 5માં નંબર પર છે. મંત્રીઓના ગુનાઇત ઇતિહાસ, મિલકત અને શૈક્ષણિક વિગતોનું વિશ્લેષણ (તેમણે ECI પાસે કરેલ સોગંદનામાંના આધારે) કરવામાં આવ્યું છે. જેને આધારે વિગતો બહાર આવી છે. બધા રાજ્યોના મળીને કુલ 558 મંત્રીઓમાંથી 239 (43%) મંત્રીઓ પર ગુનાઓ દાખલ થયેલા છે. તેમાંથી પણ 164 (29%) ગંભીર ગુના ધરાવે છે.