Published by : Rana Kajal
દુનિયા આશ્ચર્યોથી ભરેલી છે. દુનિયાના અલગ-અલગ દેશો સાથે જોડાયેલા એવા અમુક તથ્ય છે જે જ્યારે આપણી સામે આવે છે તો ચોંકી જવાય છે. ભારત સાથે જોડાયેલા અમુક અનોખા તથ્ય એવા છે જેમના વિશે લોકોને ભાગ્યે જ ખબર હશે. આસામના અમાર ગામમાં લગભગ 70 લોકો રહે છે. આ ગામ ભૂટાન સરહદથી 3-4 કિમી પહેલા આવેલુ છે. આ ગામમાં કોઈની ઊંચાઈ સાડા ત્રણ ફૂટ કરતા વધારે નથી. અમાર ગામમાં કોઈ પોતાની ઈચ્છાથી રહેવા આવ્યુ છે અથવા તો કોઈ પોતાનો પરિવાર છોડીને આવ્યુ છે.

એવુ કહેવાય છે કે 2011માં વામનોના સરદાર નેશનલ સ્કુલ ઓફ ડ્રામાના કલાકાર પવિત્ર રાભાએ આ ગામ વસાવ્યુ હતુ. તેઓ રંગમંચને પ્રોત્સાહન આપવા માગતા હતા. તેમણે નક્કી કર્યુ કે તેઓ નાના કદના લોકોને કલાકાર બનાવશે. ઘણા લોકોએ રાભા અને તેમના સાથીઓની મજાક ઉડાવી પરંતુ રાભાએ હાર માની નહીં. ગામના લોકો દિવસે ખેતીવાડી કરે છે અને મંચ પર સાંજે પોતાની કલા દ્વારા લોકોનું મનોરંજન કરે છે.
