Sunday, April 5, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateદેશનું ગૌરવ અને પ્રવેશ દ્વાર એવા ગેટ વે ઑફ ઇન્ડિયાની પાયાની દીવાલ...

દેશનું ગૌરવ અને પ્રવેશ દ્વાર એવા ગેટ વે ઑફ ઇન્ડિયાની પાયાની દીવાલ પર પડી તીરાડ સમારકામ માટે રૂ 8 કરોડનું બજેટ…

Published by : Vanshika Gor

પ્રાચીન ભારતની ઇમારતો ભારતની આન, બાન અને શાન સમી છે. ત્યારે આવી ઇમારતોનું યોગ્ય જતન થવુ જરુરી છે. પરંતું મળતા એહવાલ મુજબ મુંબઈના ગેટ ઑફ ઇન્ડિયાના પાયાની દીવાલ પર તીરાડ જણાઈ રહી છે. જે ખુબ ચિંતાજનક બાબત છે.


લગભગ 100 વર્ષ પહેલા બનેલ આ ઈમારતનો પાયો અને દિવાલો નબળી પડી રહી છે. જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામા આવે તો આ ઈમારત ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. તેવી આશંકા ભારતના પુરાતત્વ વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એટલુજ નહિ પરંતું પુરાતન વિભાગે આ સંદર્ભે રિપોર્ટ તૈયાર કર્યો છે. કહેવાય છે કે મુબઈના દરિયા કિનારે ઉભી રહેલી આ સો વર્ષ કરતા વધુ જૂની ઈમારત સમયની સાથે નબળી પડી રહી છે. તેના પાયા અને દિવાલોમાં તિરાડો દેખાય છે. આવી સ્થિતિમાં સમયસર તેનું સમારકામ કરવું જરૂરી છે.


પુરાતત્વ વિભાગના રિપોર્ટ અનુસાર આ ઈમારત 1924માં બની હતી અને આવતા વર્ષે તેની ઉંમર સો વર્ષ થઈ જશે. તાજેતરમાં પુરાતત્વ વિભાગે આ ઈમારતના શતાબ્દી વર્ષને ધ્યાનમાં રાખીને સ્ટ્રક્ચરલ ઓડિટ રિપોર્ટ મેળવ્યો હતો. આ રિપોર્ટના પરિણામો ચોંકાવનારા સામે આવ્યા છે. વિભાગના અહેવાલ મુજબ આ ઈમારતની દિવાલ જર્જરિત થઈ ગઈ છે અને ગમે ત્યારે પડી શકે છે. આમ થવાનું મુખ્ય મુખ્ય કારણ ઈમારતના પાયા અને દિવાલોમાં પડેલી તિરાડો છે. આ તિરાડોને તાત્કાલિક સમારકામની જરૂર છે.જૉકે અધિકારીઓના જણાવ્યા અનુસાર ગેટવે ઓફ ઈન્ડિયાને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવામાં આવ્યો છે.. જ્યારે મહારાષ્ટ્રના સાંસ્કૃતિક મંત્રી સુધીર મુનગંટીવારે ખાતરી આપી હતી કે આ ઈમારતના સમારકામ અને જાળવણી માટે 8 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ગેટ વે ઑફ ઇન્ડિયાનો યશસ્વી ઇતિહાસ જોતા પુરાતત્વ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ગેટવે ઓફ ઈન્ડિયાનું નિર્માણ 1924માં કરવામાં આવ્યું હતું. મુંબઈમાં દરિયા કિનારે આવેલી આ ઈમારત બ્રિટનના તત્કાલીન રાજા જ્યોર્જ પંચમના સ્વાગત માટે બનાવવામાં આવી હતી. પ્રથમ વખત ભારતની મુલાકાતે આવેલા રાજા જ્યોર્જ પંચમ આ ગેટવે ઓફ ઈન્ડિયા દ્વારા દેશમાં પ્રવેશ્યા હતા. એ જ રીતે, આઝાદી સમયે, અંગ્રેજોની છેલ્લી લશ્કરી ટુકડી પણ આ ગેટવે ઓફ ઈન્ડિયા છોડીને બ્રિટન જવા રવાના થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security