Published By : Aarti Machhi
રાજ્યની વધતા વીજ માંગને પહોંચી વળવા માટે તેમજ કાર્બન ઉત્સર્જનને ઘટાડવા રાજ્ય સરકારે સૌર ઊર્જાથી ચાલતા ઉપકરણો ચલાવવા પર ભાર મૂક્યો છે. ત્યારે રહેણાંક મકાનો પર સોલાર પેનલ લગાવીને નાગરીકો પોતાનું વીજબીલ ઘટાડી શકે છેમ માટે વર્ષ 2019માં સરકારે ‘સૂર્ય ગુજરાત’ યોજના અમલમાં મૂકી હતી.
આજે ગુજરાત રહેણાંક શ્રેણીમાં સોલાર રૂફ ટોપ સ્થાપિત કરવામાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે. રૂફટોપ સોલાર ઈન્સ્ટોલેશનના વધી રહેલા વ્યાપને કારણે લોકોનું જીવન ધોરણ સારું થયું છે. 6.94 લાખથી વધુ રહેણાંક મકાનો પર કુલ 2,744 મેગાવોટ ક્ષમતા ધરાવતી રૂફટોપ સોલાર પેનલ સ્થાપિત કરવામાં આવી હોવાનું ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનું દેસાઈએ જણાવ્યું છે.