Published by : Anu Shukla
- જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની ખંડપીઠે એટર્ની જનરલ આર વેંકટરામાણીને 7 ફેબ્રુઆરી સુધીમાં આ સંદર્ભમાં સૂચનો આપવા વિનંતી કરી
- આ મુદ્દોને સુઓમોટો સંજ્ઞાન લેવા સંમત થઇ કોર્ટ
દેશમાં ધર્માંતરણ મુદ્દે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. આ મુદ્દાને ગંભીર ગણાવતા કોર્ટે કહ્યું કે, ધર્માંતરણને રાજકીય રંગ આપવો જોઈએ નહિ. આ બાબતની અરજી એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં કરી હતી. અરજીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને છેતરપિંડી કે બળજબરીથી ધર્માંતરણ સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બળજબરીથી ધર્માંતરણના મુદ્દે દખલગીરી કરીને રાજકીય રંગ આપવો જોઈએ નહિ. થોડા સમય પહેલા કોર્ટે કેન્દ્રને આ ગંભીર મુદ્દા પર કડક પગલા ભરવાની સૂચના આપતા કહ્યું હતું કે બળજબરીથી ધર્માંતરણ દેશની સુરક્ષા માટે ખતરો છે.
આ મુદ્દો કોર્ટે ઠેરવ્યો ગંભીર
જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની ખંડપીઠે એટર્ની જનરલ આર વેંકટરામાણીને 7 ફેબ્રુઆરી સુધીમાં આ સંદર્ભમાં સૂચનો આપવા વિનંતી કરતાં કેસનું નામ બદલીને તેનું સુઓ મોટુ સંજ્ઞાન લેવા સંમત થયા હતા. જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે એટર્ની જનરલ આર વેંકટરામાણીને કહ્યું કે, ધર્માંતરણ બળજબરીથી થઈ રહ્યું છે કે લોભથી અને જો આવું થઈ રહ્યું છે તો આપણે આગળ શું કરવું જોઈએ. તેને સુધારવા માટે શું કરી શકાય.
તમિલનાડુ સરકારે અરજીનો વિરોધ કર્યો હતો
તમિલનાડુ સરકારે અશ્વિની કુમાર ઉપાધ્યાયની અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે અરજીને રાજકીય પ્રેરિત ગણાવી હતી. આ અરજી ગયા વર્ષની શરૂઆતમાં તમિલનાડુમાં એક કથિત ઘટનાના સંદર્ભમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તંજાવુરની એક 17 વર્ષની છોકરીએ આત્મહત્યા કરી લીધી હતી કારણ કે તેના માતાપિતાએ આરોપ લગાવ્યો હતો કે તેણીને શાળા દ્વારા ધર્મ પરિવર્તન કરવા દબાણ કરવામાં આવ્યું હતું.