Published by: Rana kajal
ગુજરાતના ગાંઘીનગર ગિફ્ટ સિટીમાં વિદેશી કેમ્પસ ખુલશે…ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની ભારતની મુલાકાત વેળાએ જાહેરાત કરાશે….ભારતનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે ત્યારે શિક્ષણ ક્ષેત્રે પણ વીદેશી યુનિવર્સિટીઓ ભારતમા પોતાનુ કેમ્પસ શરૂ કરવા ઉત્સુક બની છે.દેશના વિધાર્થીઓ વિદેશ જઈ અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવી રહયા છે. ત્યારે વિદેશી યુનિવર્સિટીઓ હવે ભારતમા પોતાના કેમ્પસ ઉભા કરવા પ્રયાસ કરી રહી છે . જેમકે ઓસ્ટ્રેલિયાની ખૂબ જાણીતી ડેકિન યુનિવર્સિટી ગુજરાતની ગાંઘીનગર ગિફ્ટ સિટીમાં પોતાનુ કેમ્પસ ખોલશે. જૉકે સત્તાવાર જાહેરાત તા 8મી માર્ચે કરવામા આવશે જ્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની નોર્મન આલ્બેનીઝ ભારત આવશે. ડેકીન યુનિવર્સિટીની ખાસીયત અને યોગ્યતાની વિગત જોતા આ યુનિવર્સિટી ક્યુએસ વર્લ્ડ રેનકીંગમા 266મા ક્રમે છે. જ્યારે વિશ્વની ટોચની 50 યુવા યુનિવર્સિટીમા તેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ટાઈમ્સ હાયર એજયુકેશન વર્લ્ડ રેનકીંગમા ડેકીન યુનિવર્સિટીને 250-300બેન્ડમાં મુકવામાં આવી છે.આ બધા માપદંડો યુનિવર્સિટીની યોગ્યતા માટે મહત્વના છે. તેસાથે મળતી માહિતી મુજબ ઓસ્ટેલિયાની બે યુનિવર્સિટીઓએ ભારતમા પોતાના સ્વતંત્ર કેમ્પસ ઉભા કરવા સંપર્ક કર્યોં છે.તે બાબત પણ સૂચક છે. તેથી આવનારા સમયમા ભારતના તેજસ્વી વિદ્યાર્થીઓને ભણતર માટે વિદેશ નહી જવુ પડે પરંતુ વિદેશની યુનિવર્સિટી ભારતમા પોતાના કેમ્પસ ઉભા કરશે તેવા સંકેત પ્રાપ્ત થઈ રહ્યા છે.