Published by : Patel shital
- નવી નોકરીઓનું સર્જન ઘટ્યું…
દેશમાં બેકારીની સમસ્યા ખૂબ વિકટ બની રહી છે ત્યારે છેલ્લાં ઘણા મહિનાઓથી નવી નોકરીઓનું સર્જન સતત ઘટી રહ્યું છે. વિવિઘ માપદંડો પરથી જણાઈ રહ્યું છે કે દેશમાં સતત છેલ્લા કેટલાક મહિનાઓથી નવી નોકરીઓનું સર્જન સતત ઘટી રહ્યુ છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડમા નવા માસિક સભ્યોની સંખ્યા જાન્યુઆરીમા 7.5% ઘટી હતી. આ સુચવે છે કે દેશમાં બેકારીની સમસ્યા વકરી રહી છે. તે સાથે નવી નોકરીની તકો ઘટી રહી છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડમા ડિસેમ્બર 2022 માં નવા સભ્યો 8,40,374 નોંધાયા હતા. જે ઘટીને જાન્યુઆરી 2023 માં ઘટીને 7,77,232 થઈ ગઇ હતી