Published By : Parul Patel
દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. બુધવાર તા 5 એપ્રિલના રોજ દેશમાં 4435 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. 5 મહિનાના સમયગાળામાં આ કેસો સૌથી વધુ છે…
વધતા જતા કોરોનાના કેસોના પગલે સુપ્રીમ કોર્ટે એવી જાહેરાત કરી હતી કે વકીલો ઓન લાઈન હાજર રહી શકશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ જે. બી. પારડીવાલાની બેન્ચે આ જાહેરાત કરી હતી. આ જાહેરાતનો મુખ્ય આશય કોરોનાને ફેલાતો અટકાવવાનો છે. અત્રે નોંધવું રહ્યું કે અગાઉ પણ કોરોના મહામારીના દિવસો દરમિયાન ઓન લાઇન કોર્ટની કામગીરી કરવામાં આવી હતી.