• હિમાચલ પ્રદેશમાં 7નાં મોત નીપજ્યા..
• 15 રાજ્યોમાં યલો એલર્ટ…
ભારત દેશમાં હવે વરસાદની મોસમ વિદાય લઇ રહી છે. પરંતુ જતાં જતાં વરસાદ તોફાની સાબિત થઈ રહયો છે સાથે જ ભૂસ્ખલનની ધટના વધી રહી છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ વરસતા અને ભૂસ્ખલન થતાં 7 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. હવામાન ખાતા દ્વારા દેશના 15 રાજ્યોમાં આજે તા. 27 સપ્ટેમ્બરનાં રોજ ભારે વરસાદ અંગે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. 15 રાજ્યોમાં બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, પ. બંગાળ, સિક્કિમ, આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, તેલંગાણા, અને મહારાષ્ટ્ર રાજ્યોમાં ભારે વરસાદ અંગે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે હવામાન ખાતાએ એમ પણ જણાવ્યું હતુ કે હવે દેશમાંથી વરસાદ વિદાય લઇ રહયો છે.