Published by : Rana Kajal
- 12 લાખ સેક્સ અપરાધીઓનો સંપૂર્ણ ડેટાબેઝ તૈયાર કરાયો…
દેશમાં દિન પ્રતિદિન સેક્સ અપરાધીઓ માં એકધારો વધારો થઈ રહ્યો છે જે ચિંતા જનક બાબત છે. હાલમાંજ દેશમા 12 લાખ સેકસ અપરાધીઓ નો સંપૂર્ણ ડેટા તૈયાર કરવામા આવ્યો હતો. ખાસ કરીને બળાત્કાર, ગેંગ રેપ, તેમજ અન્ય જાતીય અપરાધીઓની સંખ્યામા વધારો થઈ રહ્યો છે ત્યારે કેન્દ્રના મહિલા અને બાળવિકાસ મંત્રાલય ના ઉપક્રમે યૌન અપરાધીઓનો ડેટા એકઠો કરવામા આવ્યો હતો. આ ડેટા તૈયાર કરવાનો મુખ્ય હેતુ છે કે સેકસ શોષણ ખોરો ચાઈલ્ડ કેર સિસ્ટમમાં પ્રવેશી ન શકે તેના માટે આગોતરા પગલા લઇ શકાય બીજી રીતે જોતા એમ પણ કહી શકાય કે બાળકોને યૌન સંબધીત ગુનાઓના શિકાર બનતા અટકાવી શકાય. અને તેથી પોસ્કોની કલમ મુજબના ગુનાઓ પર અંકુશ મૂકી શકાય